- કોરોનાએ લીધો ભાજપનાં મહિલા નેતાનો ભોગ
- પુર્વ કાઉન્સિલર શકુંતલા શિંદેનું કોરોનાથી અવસાન
- ગત બોર્ડમાં વોર્ડ 18 નાં કાઉન્સિલર હતાં શકુંતલા શિંદે
વડોદરા: શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન પૂર્વ કોર્પોરેટર સહિત વધુ અડધો ડઝન દર્દીઓના મોત નિપજ્યા હતા. આ તમામની કોરોનો પ્રોટોકોલ હેઠળ અંતિમવિધિ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ડેથ ઓડીટ કમિટીએ તેમનું અવસાન કોરોનાથી થયું હોવાની બાબતને સમર્થન આપ્યું નથી. માંજલપુર ખાતે રહેતા પૂર્વ કોર્પોરેટર શકુંતલાબેન અશોકભાઈ શિંદેને થોડા દિવસ અગાઉ શરદી, ખાંસી, તાવની તકલીફ ઉભી થઈ હતી. જેથી તેમને ગોત્રીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે શનિવારે સવારે તેમનું અવસાન થયું હતું.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે અવસાન પામેલા પોલીસકર્મી માટે વલસાડ પોલીસે 2 મિનિટનું મૌન રાખ્યું
શનિવારે લીધો અંતિમ શ્વાસ
કારેલીબાગ આનંદનગર ખાતે રહેતા વૃદ્ધ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. જે બાદ તેમની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. પીઢ ઉંમર હોવાના કારણે તેમના સ્વાથ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નહોતો. જે બાદ આજે શનિવારે આ દર્દીએ અંતિમ શ્વાસ લીધો હતો. સેવાસી રોડ સ્થિત ધ વેલાન્સીયા ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંકમિત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ વલસાડના બિનવાડા ગામે 105 વર્ષના વૃદ્ધાનું અવસાન, ફટાકડા અને બેન્ડવાજા સાથે નીકળી અંતિમ યાત્રા
સયાજી હોસ્પિટલમાં કરાયા રિફર
શહેર નજીક આવેલ સાવલી ગામના ભાદરવા ખાતે રહેતો 42 વર્ષીય પુરૂષ કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગતરોજ શુક્રવારે દાખલ થયેલા દર્દીનું અવસાન થયું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા રોડ સ્થિત વત્સલાય બંગ્લોઝ ખાતે રહેતા 71 વર્ષીય પુરૂષ કોરોનાથી સંક્રમિત થતા રિફર મેમા સાથે સારવાર માટે તેમને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આજે શનિવારે તેમનું અવસાન થયું હતું. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વધુ એક મહિલાનું કોરોનાના કારણે અવસાન થયું હતું.