છોટા ઉદેપુર: સંખેડા ગામની એક મહીલા કોરોના પોઝિટિવ આવતાં (Rape Case In Chhotaudepur) ડોક્ટરે તેને કવોરેન્ટઇન રહેવાનું જણાવ્યું હતું, જેથી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલા ભૂવાએ મહીલાને ઘરના ઉપલા માળે કવોરેટાઇન થવાનું જણાવતાં મહીલાએ ભૂવાનાં ઘરે કવોરેઇનટાઇન થઈ હતી, જેથી પુત્ર સાસુને કોરોનાનો ચેપ લાગે નહીં, ત્યારે ભૂવાએ વિધવા મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ (Bhuvas misdeed with a widow) આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
પતિનો વાસ હશે તેમ માની ભૂવા સાથે ફૂલહાર કર્યાં
ભૂવા જીતેન્દ્ર સિંહ ઉર્ફે લાલા કાળુ પરમારનાં મંદિરે સંખેડા ગામની એક મહીલા અવાર નવાર મંદિરે જતાં હોવાથી ઘર જેવા સંબંધો હતાં, મહિલાના પતિનું ગયા વર્ષે કોરોનાથી અવસાન થયાં બાદ મહીલા બે દીકરીઓ અને સાસુ સાથે રહેતી હતી. ભુવાએ મહિલાને જણાવ્યું હતું કે, "25 જાન્યુઆરી સુધીમાં તું મારી સાથે ફૂલહાર નહીં કરે તો તે મરી જશે અને તેના ઘરના કોઈ સભ્યનું મૃત્યું થશે. મારા શરીરમાં તારો પતિ આવે છે, એટલે તારે મારી સાથે ફૂલહાર કરવા જ પડશે, તેમ જણાવતાં મહિલા પોતાનાં ઘરે જતી રહી હતી. 25 જાન્યુઆરીનાં રોજ ભૂવાએ મહિલાને મંદિરે બોલાવી હતી અને મહીલાને ભૂવાના શરીરમાં તેના પતિનો વાસ હશે તેમ માની ભૂવા સાથે ફૂલહાર કર્યાં હતાં.
ભુવા સાથે ફૂલહાર કર્યાંની જાણ મહિલાના પિતાને થઈ
મહિલાએ ભુવા સાથે ફૂલહાર કર્યાંની જાણ મહિલાના પિતાને થતાં મહીલાનાં પિતા મંદિર પહોંચ્યા હતાં અને ભૂવાને જણાવ્યું હતું કે " હિન્દુ ધર્મ અનુસાર હયાત પત્ની હોવા છતાં બીજું લગ્ન કરવું ગુન્હો બને છે, ત્યારે ભુવાની હયાત પત્ની પણ અમે બન્ને બહેનોની જેમ રહીશું એમ જણાવ્યું હતું, ત્યારે મહિલાએ પિતા સાથે રહેવાનું જણાવતાં વિધવા મહિલા પિતા સાથે ઘરે ચાલી ગઇ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ
મહીલાએ ડિપ્રેશનમાં આવી આત્મહત્યાની કોશિશ કરી
ભૂવાએ ફરી મહિલાના ઘરે જઇને કહ્યું કે, તારે મારી સાથે જ રહેવું પડશે, ત્યારે વિધવા મહિલાએ નાં પાડી હતી, તેમ છતાં ભૂવાએ સાથે લઈ જવાની જીદ પકડી હતી. દુષ્કર્મ અને ફૂલહારનાં બનાવ બાદ મહીલા સતત ડિપ્રેશનમાં આવી ગઈ હતી, આથી તેને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાની કોશિશ (woman attempted suicide in depression) કરી હતી જેથી મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે વિધવા મહિલાએ મંદિરના ભૂવા વિરૂદ્ધ સંખેડા પોલીસ સ્ટેશનમાં (Sankheda Police Station) ફરીયાદ નોંધાવતા પોલિસે ભૂવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.