દેશમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડદિતા માટે બાધારૂપ કલમ 370 અને 35A કલમોને નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે વડોદરા ખાતે વડોદરા નાગરિક સમિતિ દ્વારા શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની આગેવાની હેઠળ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભારત એકતા કૂચ યાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ હાજરી આપી કૂચને ફ્લેગઓફ કરાવ્યું હતું. તેમજ કૂચના સમગ્ર રૂટ પર ફર્યા હતા અને લોકોનું અભિવાદન જીલ્યું હતું.
આ કૂચમાં શહેરના વિવિધ, NGO, સ્કૂલ, કોલેજો અને ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી અને હજારોની સંખ્યામાં ભારત એકતા કૂચમાં લોકો જોડાયા હતા. શહેરના કીર્તિ સ્તંભ પોલો ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ કુચ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી. જો કે કોઠી ચાર રસ્તા ખાતે 370 ફૂટ લાબું એક બેનર બનાવવામાં આવ્યું હતું. જેમાં આ કૂચમાં જોડાયેલા તમામ લોકોએ પોતાની સહી કરી હતી. રાજયના મુખ્યપ્રધાન અને તમામ આગેવાનોએ પોતાના શહી કરી સંદેશો આપ્યો હતો.