- કરજણ કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
- બન્ને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો
વડોદરા: કરજણનો ચર્ચાસ્પદ સ્વીટી પટેલ મર્ડર કેસ(Sweety Patel Murder Case)માં પકડાયેલા સસ્પેન્ડેડ PI અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાના 11 દિવસના પોલીસ રિમાન્ડ આજે શુક્રવારે પૂરા થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બન્નેને કરજણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેસ દરમિયાન કરાયેલા વિવિધ ટેસ્ટના રિઝલ્ટ આવવાના હજુ બાકી
ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અજય દેસાઈના પોલીગ્રાફ તેમજ એસડીએસ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે સ્થળે સ્વીટીના મૃતદેહનો સળગાવીને નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યાંથી મળી આવેલા માનવ હાડકાનો પણ DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પોલીસને અત્યાર સુધી આ તમામ ટેસ્ટના રિઝલ્ટ મળ્યા નથી.