- નવસારીની યુવતી પર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ
- વડોદરા રેલવે પોલીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ
- રેલવે SP ઓફિસ ખાતે યોજાઈ અધિકારીઓની બેઠક
વડોદરા: વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યા કેસ (Suicide case) માં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મૃતક યુવતી માત્ર 18 વર્ષની હતી અને વડોદરાની NGOમાં કામ કરતી હતી અને યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ (Navsari rape case) આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વડોદરા (Vadodara) રેલવે SP પરીક્ષિતા રાઠોડનું કહેવું છે કે, તપાસ દરમિયાન અમને યુવતીની ડાયરી મળી છે, જેમાં દુષ્કર્મ (rape) નો ઉલ્લેખ છે પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા પહેલા અમે દુષ્કર્મ થયું છે કે કેમ તેના પર વધુ નહીં કહીં શકીએ. યુવતીએ પોતાની સંસ્થાની મહિલાને મદદ માટે કોલ પણ કર્યો હતો. જો સમયસર પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચાવી શકાયો હોત. આ મુદ્દે તપાસ ચાલુ છે અને સંસ્થા મહિલાની બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના : એક ઇસમ બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો
મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા
બીજી તરફ દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પણ જોડાઈ છે. DGPના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI અશરફ બલોચ અને PI હરિત વ્યાસ પોતાની ટીમ સાથે વડોદરા (Vadodara) પહોંચી ગયા છે. સમગ્ર કેસમાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. સમગ્ર મામલે હાલમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ પોલીસ જોઈ રહી છે. મહત્વનું છે કે, વલસાડ રેલવે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવને પગલે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને યુવતીના ઘરેથી તેની સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં યુવતીએ પોતાના પર થયેલી ઘટનાની નોંધ કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, “વડોદરાના દિવાળીપુરામાં આવેલા વેક્સિન સેન્ટરના કમ્પાઉન્ડમાં બે રિક્ષામાં આવેલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ (rape) આચર્યુ હતું.
આ પણ વાંચો: સુરતમાં માસ્ક બાંધીને આવેલા બે શખ્સોએ બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી ગયા