- કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે બાથ ભીડવા વડોદરાનું વહીવટીતંત્ર સજ્જ
- મેડિકલ ઓફિસરો,રેસિડેન્ટ્સ ડોકટરો સહિત સરકારી હોસ્પિટલોના સ્ટાફ મેમ્બરોને ખાસ તાલીમ અપાઈ
- સ્મશાનગૃહોમાં લાકડાઓનો ઢગ ખડકી દેવાયો
વડોદરાઃ આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બીજી લહેરનો ધડો લઈ ત્રીજી લહેરમાં ( Corona Third Wave ) પણ જવાબદારી સામૂહિક રીતે નિભાવવી પડશે. કોરોના મહામારીમાં પ્રથમ સ્ટેજમાં જે પ્રકારની જરૂરિયાતો હતી, બીજા સ્ટેજમાં જરૂરિયાતો હતી. તેમાં સરકાર અને તમામ સંસ્થાઓના માધ્યમથી વડોદરા હોય ગુજરાત હોય કે ભારત દેશ હોય તમામ સ્થાનો ઉપર બધા જ લોકોએ સારો પ્રયાસ કર્યો છે. જે પ્રકારે સેકન્ડ વેવની પૂર્ણકાળે છીએ ત્યારે સેકન્ડ વેવનો બોધપાઠ લઈને ત્રીજા વેવમાં પણ આપણે તમામે સામૂહિક રીતે જવાબદારી નિભાવવાની છે.
કોર્પોરેશન અને બધા જ લોકોના માધ્યમથી જે પ્રકારે જ્યાં જ્યાં જે જરૂરિયાત છે એના સ્ટોકની સાથે વ્યવસ્થાપનમાં પણ જે ભૂતકાળમાં જરૂરિયાતો ઉભી થઈ હતી એ વધારે માત્રામાં પૂર્તતા થાય એ દિશામાં તંત્રની તૈયારી છે. આવનારા સમયમાં કોઈપણ પ્રકારની ત્રીજી લહેર ( Corona Third Wave ) આવવાના કારણે કોઈ તકલીફ ન રહે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને વધુને વધુ લોકોને સારવારનો પણ લાભ મળી રહે. તદુપરાંત ત્રીજી લહેર ન આવે તેની પણ અમે ચિંતા કરી રહ્યાં છે. બને ત્યાં સુધી ઓક્સિજન હોય ઇન્જેક્શન હોય બેડની વ્યવસ્થા હોય. વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશ સાથે રાજસ્થાનમાંથી પણ લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે. એ બધાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની તમામ હોસ્પિટલોની સાથે સંકલન કરી મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટર અને પોલીસતંત્ર તેમજ સરકારના માધ્યમથી જે પણ જરૂરિયાતો છે. સ્મશાનો સહિત તમામ જગ્યાઓ પર તે પૂર્તતા કરી રહ્યાં છીએ.
પહેલાં સંક્રમિત થયા હોય અને ત્રીજી લહેરમાં સંક્રમિત થાય અથવા વેક્સિન બિનઅસરકારક પુરવાર થાય તો જોખમ ઉભું થઈ શકે : ડો. શીતલ મિસ્ત્રી
કોવિડની ત્રીજી લહેર ( Corona Third Wave ) અંગે કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ICMR સહિતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા મેથેમેટિકલ મોડેલ અને જૂના અનુભવના પ્રમાણે તેવી આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર ઓકટોબર મહિનામાં કદાચ ભારત આવી શકે. એટલે કે ઓગસ્ટના અંતિમ દિવસોથી ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.આઈસીએમઆર દ્વારા કરેલા સર્વે અનુસાર સીરો સર્વેમાં લગભગ 67 ટકાથી 68 ટકા લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધ્યું છે અને લગભગ 41.78 કરોડ લોકોનું વેક્સિનેશન પૂરું થયું છે. એમાંથી છ એક ટકા લોકોને બે ડોઝ વેક્સિનના પુરા થયા છે. આંકડાકીય રીતે જોવા જઇએ તો 70 ટકા જેટલું પોપ્યુલેશન કોરોનાની સામે ઈન્કલુડ છે.
ડેલ્ટા સ્ટ્રેઈન દુનિયાના અલગ-અલગ 100 જેટલા દેશોમાં
બીજી લહેર ડેલ્ટા સ્ટ્રેઈનના લીધે ભારતમાં આવી હતી. આજની તારીખે આ ડેલ્ટા સ્ટ્રેઈન દુનિયાના અલગ-અલગ 100 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.જે એરિયામાં ડેલ્ટા સ્ટ્રેઈન નથી થયું, ખાસ કરીને ઉત્તર કેરળના રાજ્યો જેમાં કેરાલા અને આંધ્રમાં થોડો સામાન્યતઃ વધારો જોવા મળી રહ્યો છે. લાખો કેસ રોજના આવતા હતાં તેના બદલે 40થી 42 હજાર જેટલા કેસો અત્યારે આવી રહ્યા છે. પરંતુ તેનો ઘટાડો જે સ્પીડથી થવો જોઈએ તે સ્પીડથી થતો નથી. આને જોતાં લાગી રહ્યું છે કે સામાન્ય ઉછાળો કેસોમાં આવી શકે. આથી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. જે રીતે ટુરિઝમ વધી રહ્યું છે. ભીડભાડ વધી રહી છે. તે પ્રકારે લાગી રહ્યું છે કે આપણે કોરોનાની ત્રીજી લહેરને ( Corona Third Wave ) આમંત્રણ આપી રહ્યાં છીએ.
હેલ્થ ઓફિસરોની ટ્રેનિંગ પૂરી
હાલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે જિલ્લા લેવલે જે હેલ્થ ઓફિસરો છે. તેમની પણ ટ્રેનિંગ પૂરી કરવામાં આવી છે. તેઓને કોરોનાની ત્રીજી લહેરની ( Corona Third Wave ) તૈયારીના ભાગરૂપે જે કોઈ નવેસરથી ટ્રેનિંગ આપવાની છે તે પણ આપવામાં આવી છે. વેન્ટિલેટરની ટ્રેનિંગ અપાઈ છે. બંને મેડિકલ કોલેજ ગોત્રી અને એસએસજી હોસ્પિટલના તમામ સ્ટાફ મેમ્બર , મેડિકલ ઓફિસર તમામ રેસિડેન્ટ ડૉક્ટરની તાલીમ પૂરી થઈ ગઈ છે. બીજી લહેરમાં 11 હજાર જેટલા દર્દીઓ વડોદરામાં દાખલ હતાં અને 14,500 જેટલા બેડ કાર્યરત હતા.એટલે બીજી લહેરના અનુભવના આધારે કહી શકાય કે વડોદરા શહેરમાં પૂરતા પ્રમાણમાં બેડ ,ઓક્સિજન , વેન્ટિલેટર વડોદરા આટલું નાનું શહેર હોવા છતાં 1200 જેટલા વેન્ટિલેટર કાર્યરત હતાં.એ આ ત્રીજી લહેરમાં પણ કાર્યરત થશે અને સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં હતો.જે રીતે યજ્ઞપુરુષ અને સમરસ હોસ્ટેલમાં નવા બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી તે પણ હજી હયાત જ છે.એટલે હવે જે ત્રીજી લહેર આવશે તે બીજી લહેર કરતા નાની હશે અને વડોદરાની બેડ ઓક્સિજન સહિતની તમામ વસ્તુઓમાં આપણે આરામથી પહોંચી વળીશું.
ઓક્સિજન પ્લાન્ટ પણ સજ્જ
હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સજ્જ કરી દેવાયા છે અને ડેડબોડીના મેનેજમેન્ટ માટે લાકડાઓની જે કાંઈ સુવિધા કરવાની હોય તે પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તમામ પ્રકારના આગોતરા આયોજન થઈ ચૂક્યાં છે અને કોર્પોરેશનનું તંત્ર કોરોનાની ત્રીજી લહેરને ( Corona Third Wave ) પહોંચી વળવા માટે પૂરી રીતે સજ્જ છે. ખાલી જોવાનું એટલું રહેશે કે ત્રીજી લહેરમાં નવો સ્ટ્રેઈન આવે એટલે કે જે પહેલા અને બીજી લહેરમાં સપડાયા હતાં તે ત્રીજી લહેરમાં સંક્રમિત થાય અથવા વેક્સિન બિનઅસરકારક પુરવાર થાય તો જોખમ ઊભું થઈ શકે પરંતુ તેની શકયતા ખૂબ જ ઓછી છે.
આ પણ વાંચોઃ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા