ETV Bharat / city

દંતેશ્વર ઓપન જેલમાં રહીને પણ કેદીઓ કરે છે અઢળક કમાણી - દંતેશ્વર ઓપન જેલની ખાસિયતો

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓપન જેલની શરુઆત કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ, જૂનાગઢ, અમરેલી તેમજ વડોદરાનો સમાવેશ થાય છે. આ જેલનો હેતું એવો છે કે, જ્યાં કેદીઓ જેલમાં રહેની પણ પોતાની રોજગારી મેળવી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જ્યાં કેદીઓ વિવિધ કામો સાથે સંકળાયેલા છે. આ ઓપન જેલ કેદીઓને એક સારા વ્યક્તિ બનાવવાના પ્રયત્નો કરે છે. Gujarats first open jail at Danteshwar, Danteshwar Open Jail in faciliti, Central Jail Vadodara, Income of Danteshwar Open Jail accused

દંતેશ્વર ઓપન જેલની ખાસિયતો
દંતેશ્વર ઓપન જેલની ખાસિયતો
author img

By

Published : Aug 22, 2022, 4:38 PM IST

વડોદરા વડોદરાની સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. દંતેશ્વર ખાતે આવેલ ઓપન જેલમાં પાકા કામના 37 કેદીઓ દ્વારા પશુપાલન, ખેતીવાડી સાથે પેટ્રોલ પંપ પર કામ કરી સજા સાથે કમાણી કરી રહ્યા છે (Income of Danteshwar Open Jail accused). દંતેશ્વર ઓપન જેલની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી(Gujarats first open jail at Danteshwar). અમદાવાદ, અમરેલી અને જૂનાગઢમાં પણ ઓપન જેલ આવેલી છે. પરંતુ દંતેશ્વર ઓપન જેલ એવી છે કે જ્યાં આધુનિકતા અનુસાર ઓપન જેલ બનાવવામાં આવી છે (modern Danteshwar Open Jail ). અહીંના કેદીઓ વાર્ષિક લાખો રૂપિયાનો નફો મેળવે છે. ગૌ શાળામાં પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે છે.

દંતેશ્વર ઓપન જેલની ખાસિયતો

ઓપન જેલની ખાસિયતો દંતેશ્વર ઓપન જેલમાં કામ કરતા કેદીયો માટે અનેક સવલતો પુરી પાડવામાં આવે છે. હાલમાં આ વિશાળ જગ્યામાં કેદીઓની બેરેક, કિચન, બાર્બર શોપ, કપડાનો સ્ટોર, ઓફીસ, સ્ટેફ કવાટર્સ, યોગા હોલ, કમ્યુનિટી હોલ, હેલ્થ કેર સેન્ટર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, લાઈબ્રેરી, ઓપન થિયેટર જેવી સુવિધાઓનો આપવામાં આવેલ છે.

આ પણ વાંચો વડોદરાના દંતેશ્વરમાં ઓપન જેલનો શુભારંભ કરાયો

ગૌશાળાની પ્રવૃત્તિઓ ઓપન જેલમાં ખેતીવાડી અને ગૌશાળામાં કામ કરતાં કેદીઓ માંથી ગૌશાળામાં સાત જેટલા કેદીઓ કામ કરી રહ્યા છે. ગૌશાળામાં નાના મોટા કુલ 133 જેટલા પશુઓ આવેલા છે. પશુપાલન માંથી રોજના 180 લીટરથી વધુ દૂધ વડોદરા સેન્ટ્રલ જેલ અને કેન્ટીનમાં વેચાણ કરવામાં આવે છે. કેન્ટીનમાં થતું વેચાણ અંદાજીત રોજનું 10,000 છે. આમ કેદીઓ દ્વારા વાર્ષિક પ્રોડક્શન 19 લાખથી વધુનું છે. જેમાંથી જેલમાં 6 લાખનું વેચાણ કરવામાં આવે છે અને બહાર કેન્ટીનમાં 13 લાખનું વેચાણ થાય છે. આ માટે કેદીઓને વાર્ષિક 2 લાખ જેટલો પગાર પણ ચુકવવામાં આવે છે. જેમાં કુલ ખર્ચ 8 લાખથી વધુનો થાય છે. હાલમાં પશુપાલન અને ખેતીવાડી માંથી કુલ 9 લાખથી વધુનો નફો થાય છે.

ખેતીવાડીની કામગીરી ઓપન જેલમાં કુલ 90 એકર જેટલી જમીન આવેલી છે. જેમાંથી 70 એકર જમીન હાલમાં ઉપયોગમાં લેવાય છે. જેમાં ગૌશાળા, ખેતીવાડી અને પેટ્રોલ પંપ આવેલો છે. ખેતીવાડીમાં કામ કરતા કેદીયો ખાસ કરીને ગૌશાળા માટે ઘાસચારો કાપી સાથે ડાંગર ,ચણા જેવા પાકો માટે કામ કરી રહ્યા છે. ખેતીવાડીમાં વર્ષ દરમિયાન ડાંગર, જાર, ચણા, ઘઉં અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે ચણા માંથી 3 લાખ અને ડાંગર માંથી 3 લાખનું ઉત્પાદન થયું હતું.

આ પણ વાંચો વડોદરાના દંતેશ્વર ખાતે રૂપિયા 11.26 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનાવવામાં આવી

જેલ અધિક્ષકનું નિવેદન સેન્ટ્રલ જેલના અધિક્ષક બલદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાકા કામના કેદીઓ જેલ મુક્ત થયા બાદ સમાજના મૂળ પ્રવાહમાં ભળી જાય તે અર્થે સરકાર દ્વારા ઓપન જેલની શરૂઆત કરવામાં આવેલ છે. ગત ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવેલ ઓપન જેલમાં કુલ 37 કેદીઓ કામ કરી રહ્યા છે. અહીં ખેતીવાડી સાથે પશુપાલનનો વ્યવસાય થાય છે. પશુપાલનમાં 100 જેટલી ગીર ગાયો છે. જે રોજનું અંદાજીત 200 લીટર દૂધ આપે છે. જે જાહેર જનતા અને ઓપન જેલ સાથે સેન્ટ્રલ જેલમાં પૂરું પાડવામાં આવે છે. ખેતીવાડી અને પશુપાલન માંથી વાર્ષિક 9 લાખથી વધુનો નફો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.