ETV Bharat / city

વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું

કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા કરોડોના કૌભાંડના પગલે હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવારની પરવાનગી રદ્દ કરી દેવામાં આવી છે.

વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું
વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું
author img

By

Published : May 25, 2021, 7:21 AM IST

  • વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ દ્વારા આચરાતું કૌભાંડ
  • કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું
  • વધુ દર્દી દર્શાવી બિનજરૂરી ઓક્સિજનનો જથ્થો પણ પડાવ્યો

વડોદરા: કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા કરોડોના કૌભાંડના પગલે હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવારની પરવાનગી રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે તપાસમાં ખોટા દર્દીઓના લીસ્ટની ફાઈલ પણ મળી આવી છે.

ધીરજ હોસ્પિટલના આખરે રિઝર્વ બેડ રદ કરવામાં આવ્યા

SSG અને ગોત્રીની હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ધસારો વધી જાય તો તેમને પારૂલ, ધિરજ તથા પાયોનિયરમાં રિઝર્વ બેડ પર સારવાર આપવામાં આવતી હતી. જે ઉકત ત્રણ હોસ્પિટલોમાં સરકાર ખાલી બેડના પણ નાણાં ચૂકવતી હતી. ધિરજ હોસ્પિટલને નાણાં છાપવાનું મશીન સમજતા લાંચિયા મનસુખના પુત્ર દિક્ષિતે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થતાં કૌભાંડી પિતાના પગલે ચાલીને માનવતા નેવે મૂકી દીધી હતી. અને તબીબી ક્ષેત્રે લાંછનરૂપ શર્મસાર ઘટના ઉપર ઢાંકપિછોડો કરવા તપાસ અધિકારીઓ સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. સરકારને રોજનો 8થી 10 લાખનો ચૂનો કોરોનાકાળના પ્રારંભથી ચોપડાતો હોવાની તંત્રની શંકા પ્રબળ બની ચૂકી છે.

આ પણ વાંચો: વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ

કરતૂતો ઉઘાડી પડતા 2 કરોડના બીલની ચૂકવણી ઉચ્ચ અધિકારીઓએ સ્થગિત કરી દીધી

આખા કૌભાંડના સૂત્રધાર મનાતા નાણાભુખ્યા મનસુખના પુત્રના કરતુતો ખુલ્લા પડતા જ બે કરોડના બીલની ચૂકવણી ઉચ્ચ અધિકારીઓએ સ્થગિત કરી દીધી હતી. જોકે, તબીબી ક્ષેત્રે કૌભાંડોની હારમાળા રચનારા મનસુખને સરકારના જ કેટલાક ખાંધિયા અને ભ્રષ્ટ ઉચ્ચ રાજકીય અગ્રણીઓના પીઠબળથી હોસ્પિટલમાં ચાલતા કૌભાંડ થવા છતાં ઉની આંચ આવવા દીધી નથી. તેથી હાલના બે કરોડના કૌભાંડ પર પાણી રેડાવી દેવા તેનો પુત્ર પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે, પરંતુ હાલ જે રીતે નિષ્પક્ષ તપાસ થતાં ભાંડો ફૂટયો છે તે જોતા ટૂંક સમયમાં એકેડેમીક એક્ટ મુજબ ગુના પણ દાખલ થાય તેવું સરકારી તંત્રના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતુ.

સરકારને ઉંધી ટોપી પહેરાવતા ધિરજ હોસ્પિટલના સંચાલકો

સરકારને ઉંધી ટોપી પહેરાવતા ધિરજ હોસ્પિટલના સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવા રાજય સરકારનું માર્ગદર્શન મેળવવાની હિલચાલ આરંભાઈ ચૂકી છે. તેમના માર્ગદર્શન મુજબ ગમે ત્યારે કાનૂની કાર્યવાહીનો ધડાકો થવાનો સંદેહ સેવાઈ રહ્યો છે. કોરોનાનો દર્દી હોય કે ન હોય, પરંતુ સરકારના ખિસ્સા ખંખેરવા માટે હોસ્પિટલના સંચાલકો ગુમનામ દર્દીઓની સંખ્યા ત્રણ ગણી બતાવતા હોવાનો ભાંડો ફૂટતા તા.13થી રીઝર્વ બેડ રદ કરી દેવાયાના ચોંકાવનારો ઘટસ્ફોટ OSD વિનોદ રાવે કર્યો હતો.

આ પણ વાંચો: ધન્વંતરી હોસ્પિટલ બહાર ખાલી બેડનું બોર્ડ ગાયબ!

ફોરેન્સીક ચકાસણી કરાવવાની તજવીજ હાથ ધરાઈ

કોરોનાના દર્દીઓની સારવાર કર્યા વિના આટલા મોટા કૌભાંડથી OSD ખુદ હચમચી ઉઠ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ધિરજ હોસ્પિટલનું ભોપાળુ બહાર આવ્યા બાદ તંત્ર એકશનમાં આવી ગયું છે. ધિરજની સાથો સાથ પારૂલ તથા પાયોનિયર હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ આરંભાયો છે. ઓનલાઈન ભરેલા બેડ બતાવતા કોમ્યુટર, CPUની ચોકસાઈપૂર્વક ચકાસણી હાથ ધરાઈ છે. તેમજ ખાલી બેડ દર્દીઓની ફોરેન્સીક ચકાસણી કરાવવાની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.