ETV Bharat / city

વડોદરામાં એકના ડબલ કરતી ગેંગ ઝડપાઈ, 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજપીપળામાં લોભીયાને તંત્ર-મંત્ર વિધી દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને વડોદરા તરફ આવી રહેલી ઠગ ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડી રૂપિયા 5.62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં એકના ડબલ કરતી ગેંગ ઝડપાઈ, 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે
વડોદરામાં એકના ડબલ કરતી ગેંગ ઝડપાઈ, 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે
author img

By

Published : Jan 11, 2021, 4:46 PM IST

  • એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
  • જિલ્લા એલસીબીએ 4 ભેજાબાજોને ઝડપી પાડ્યા
  • 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે
  • રાજપીપળામાં લોભીયાને તંત્ર-મંત્ર વિધિથી એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી

વડોદરાઃ એલસીબી પોલીસની ટીમ વરણામા પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી કે એક નંબર પ્લેટ વગરની સફેદ કારમાં ચાર વ્યક્તિઓ કારવણથી પોર તરફ આવી રહ્યા છે અને તેઓ એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરીને આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન કાર આવતા જ પોલીસે તેને રોકી હતી અને કારમાં સવાર રાજેશ મકવાણા, શીવુ મકવાણા, ઇબ્રાહિમ પઠાણ અને વિજય સિંહ મહિડાની અટકાયત કરી હતી.

વડોદરામાં એકના ડબલ કરતી ગેંગ ઝડપાઈ, 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે

શંકાસ્પદ 2.56 લાખની ચલણી નોટો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથધરી

કારમાં તપાસ કરતા કારમાંથી વિવિધ થેલાઓમાંથી ડુપ્લીકેટ રૂપિયા 2000ના દરની ચલણી નોટોના 10 બંડલ, રૂપિયા 500ના દરના 4 બંડલ, રૂપિયા 100ના દરના 30 નોટો મળી મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ ચલણી નોટ રૂપિયા 2,56,000 કબજે કરી હતી. આ ઉપરાંત પોલીસે નંબર પ્લેટ વગરની કાર અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 5,62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રોકડ રકમ પડાવી લીધા બાદ ટોળકી રવાના થઇ જતી હતી

પોલીસ તપાસમાં આ ટોળકી તંત્ર-મંત્ર દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોભી માણસો સાથે છેતરપિંડી કરતી હતી. આ ટોળકી એકના ડબલ કરવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને રોકડ રકમ લઇને કોઇ એંકાતવાળી જગ્યાએ બોલાવતા હતા અને ત્યાં વિધી કરવાનો ડોળ કરતા હતા. તે જ સમયે તેમની જ ટોળકીનો માણસ પોલીસ બનીને આવતો હતો અને એકના ડબલ કરવા માટે લઇને આવતા લોભીયા માણસને ધમકાવી વિદાય કરી દેતા હતા અને તેની પાસેની રોકડ રકમ પડાવી લીધા બાદ ટોળકી રવાના થઇ જતી હતી. પોલીસ તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે તારીખ 6 જાન્યુઆરીના રોજ આ ટોળકીએ રાજપીપળા પોલીસ મથકની હદમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જે અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથકમાં પણ વર્ષ-2017માં ફરિયાદ નોંધાઈ હતી

ઝડપાયેલી ટોળકીને રાજપીપળા પોલીસના હવાલે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝડપાયેલી ઠગ ટોળકી પૈકી રાજેશ મકવાણા અને વિજયસિંહ મહિડા સામે સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથકમાં વર્ષ-2017માં એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હોવાની વિગતો પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. હાલ આ ઠગ ટોળકી સામે વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ટોળકીની વધુ પૂછપરછમાં હજુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.