- વડોદરાના શિયાબાગ વિસ્તારમાં લાગી આગ
- મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
- સદનસીબે જાનહાની ટળી
વડોદરાઃ શહેરના શિયાબાગ વિસ્તારમાં એક મકાનમાં આગની ઘટના બની હતી. આ ઘટનાને લઈ આસપાસના લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરમાં ગેસની બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ગેસની બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે, શિયાપુરા વિસ્તારમાં મીઠીબા હોલની પાછળ આગ લાગી હોવાનો કોલ મળતા અમે પહોંચી ગયા અને આગ બુઝાવી હતી. જો કે, કેટલુ નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. પણ ગેસ કનેક્શનના કારણે બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.