ETV Bharat / city

વડોદરા સેન્ટ્રલ જેલ માંથી 5 ફૂટના મગરનો કરાયો રેસ્ક્યુ - વડોદરા સેન્ટ્રલ જેલ

વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી રહેણાંક વિસ્તારોમાં મગરો આવી ચઢ્યા હોવાના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી 5 ફૂટના મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યો હતો.

vadodara
vadodara
author img

By

Published : Sep 22, 2020, 10:15 AM IST

વડોદરાઃ વડોદરા મધ્યસ્થ જેલમાં મગર દેખા દેતાં ફરજ પરના પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતાં કાર્યકરોએ જેલ ખાતે પહોંચી 5 ફૂટના મગરને રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપ્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલ માંથી 5 ફૂટનો મગર કરાયો રેસ્ક્યુ
મળતી માહિતી અનુસાર શહેરની મધ્યસ્થ જેલમાં 5 નંબરના ટાવર પાસે એક મગર દેખાતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વનવિભાગના શૈલેષભાઈ રાવલ તુરંત જ સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં 5 ફૂટનો મગર જણાઈ આવ્યો હતો. જેને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી સહીસલામત રીતે વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત મધ્યસ્થ જેલમાંથી ઝેરી સાપ અને મગર રેસ્ક્યુ કરવાના બનાવો બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.