ETV Bharat / city

ઝીરોથી હીરો : રત્નકલાકારનો એન્જિનિયર પુત્ર 10 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક - બિઝનેસમેન

રત્નકલાકારનો પુત્ર કુનાલ એન્જિનિયરિંગ કર્યા બાદ માત્ર સાડા છ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. પરંતુ કોમર્સમાં સ્ટાર્ટઅપ શરુ કરવાના કારણે આજે 10 કરોડ રૂપિયાના કંપનીનો માલિક કુનાલ રયાણી બની ગયો છે. આજે 100 લોકોને નોકરી આપી તેમને આત્મનિર્ભર બનાવી રહ્યો છે..

ઝીરોથી હીરો : રત્નકલાકારનો એન્જિનિયર પુત્ર 10 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક

author img

By

Published : Sep 22, 2021, 2:01 PM IST

  • રત્નકલાકારનો પુત્ર હોવાના કારણે આર્થિક રીતે મજબૂત નહોતો
  • મામા પાસે બે લાખ રૂપિયા ઉછીના લઇ એક મશીનથી વ્યાપાર શરૂ કર્યો
  • હવે 100 મશીનો અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે

    સુરત : 24 વર્ષના કુણાલ રયાણી સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા બાદ તે માત્ર સાડા છ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. 11 મહિના સુધી નોકરી કર્યા બાદ તેને વ્યાપાર કરવાનો વિચાર આવ્યો. પરંતુ રત્નકલાકારનો પુત્ર હોવાના કારણે આર્થિક રીતે મજબૂત નહોતો. મામા પાસે બે લાખ રૂપિયા ઉછીના લીધા બાદ તેને એક મશીનથી કુરતી બનવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. આજે તેની પાસે 100 જેટલા મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે. ઈ-કોમર્સ સાથે સંકળાયેલી મોટી કંપનીઓમાં તેની કુર્તીઓનું વેચાણ કરે છે.
    100 જેટલા મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ છે

    બે લાખ રૂપિયાના ઉછીના પૈસાથી શરૂ કરાયેલી કંપની

    ઈ-કોમર્સ બિઝનેસ ઝીરોથી હીરો બનાવી શકે એવી જીવંત ઉદાહરણ એટલે સુરતના કુણાલ રયાણી. ઈ-કોમર્સ બિઝનેસમાં દેશ અને દુનિયામાં સુરતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે સુરતના નવયુવાન કુણાલ રયાણી એ માત્ર 24 વર્ષની ઉમરમાં અથાગ મહેનત અને ખૂબ જ ટૂંકા ગાળામાં કંપનીની શાખ ઉભી કરી દીધી છે વર્ષ 2015માં બે લાખ રૂપિયાના ઉછીના પૈસાથી શરૂ કરાયેલી કંપની આજે દસ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. વોકલથી લોકલને સાર્થક કરતાં કુણાલ રયાણી સુરતના નાના નાના ઉદ્યોગો અને ઉદ્યોગકારો માટે ટીચિંગ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં 100થી પણ વધુ નાના ધંધા રોજગારવાળા લોકોે ઈ-કોમર્સ બિઝનેસ સાથે જોડાઇ ચૂક્યાં છે જેથી નાના ધંધા રોજગારવાળા પણ ઈ-કોમર્સ બિઝનેસનો લાભ લઇ શકે.

    ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રમાં વધુ કરવા ઈચ્છું છું
    કોમર્સમાં સ્ટાર્ટઅપ શરુ કરવાના કારણે આજે 10 કરોડ રૂપિયાના કંપનીનો માલિક બન્યાં કુનાલ રયાણી

    આ અંગે કુનાલે જણાવ્યું હતું કે યુવાનોને કહીશ કે ક્યારેય પણ ન વિચારો કે તમારી પાસે પૈસા નથી. તેના કારણે તમે વ્યાપાર કરી શકતા નથી. જો મનોબળ સક્ષમ હોય તો બધું જ થઈ શકે છે. હું આજે 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છું અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં વધુ કરવા ઈચ્છું છું. જેથી અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવી શકું. મારા પરિવારમાં આજદિન સુધી કોઇએ પણ વેપાર કર્યો નથી. પિતા રત્ન કલાકાર હતાં અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો.

આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયામાં નહીં બનતા ફેબ્રિક્સ હવે સુરતથી સીધા ઇન્ડોનેશિયા થશે એક્સપોર્ટ

આ પણ વાંચોઃ રાજકોટમાં ટોય પાર્ક બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે CM રૂપાણીને કરી રજૂઆત, લઘુ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.