ETV Bharat / city

હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા 50 વર્ષીય ઝાકિરાબીબી શેખ કોરોનામુક્ત થયા

સુરત શહેરના નાનપુરા વિસ્તારના 50 વર્ષીય ઝાકિરાબીબી મહમ્મદ શેખે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. હદયના વાલ્વની બિમારીથી પીડિત ઝાકીરાબીબી મહમ્મદ શેખ સ્મીમેર હોસ્પિટલમાં 24 દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થયા હતા.

author img

By

Published : May 15, 2021, 9:03 PM IST

હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા 50 વર્ષીય ઝાકિરાબીબી શેખ કોરોનામુક્ત થયા
હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા 50 વર્ષીય ઝાકિરાબીબી શેખ કોરોનામુક્ત થયા
  • હ્રદયના વાલ્વની બિમારી ધરાવે છે ઝાકિરાબીબી શેખ
  • ઝાકિરાબીબી મહમ્મદ શેખે આપી કોરોનાને માત
  • 18 એપ્રિલના રોજ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

સુરતઃ શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. મોટી સંખ્યામાં કોમોર્બિડ અને વડીલ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે. હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા નાનપુરા વિસ્તારના 50 વર્ષીય ઝાકિરાબીબી મહમ્મદ શેખે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. હદયના વાલ્વની બિમારીથી પીડિત ઝાકીરાબીબી મહમ્મદ શેખ સ્મીમેર હોસ્પિટલમાં 24 દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમનો પરિવાર આનંદિત થયો હતો.

આ પણ વાંચોઃ 28 વર્ષીય યુવક કોરોનાને માત આપ્યા બાદ ઘોડેસવારી કરી ઘરે પરત ફર્યો

18 એપ્રિલે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ ઝાકિરાબીબી

સ્મીમેર હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ઝાકિરાબીબી શેખે જણાવ્યું હતુ કે, ‘તા.18 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ તા.20નાં રોજ પરિવારના સભ્યો દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. તેમને સાત વર્ષથી હ્રદયના વાલ્વની બિમારી છે, શરૂઆતમાં કોરોનાના ડરને કારણે તેમની તબિયત વધુ બગડતાં તા.23 એપ્રિલે તેમને બાપપેપ પર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત

ધીરજ અને આત્મવિશ્વાસ રાખવાનું તબીબોએ જણાવ્યું

તબીબોએ તેમને સમજાવ્યા હતા કે ધીરજ અને આત્મવિશ્વાસ રાખો, તબીબોએ તેમના જેવા કેટલાય દર્દીઓને સ્વસ્થ કર્યા છે. તમને કોરોના છે જ નહિ એવી કલ્પના કરો, બાકીનું તેમના પર છોડી દો.' તબીબોની પ્રેરણાથી 'તેઓ સ્વસ્થ થશે જ' એવી આશા તેમનામાં ઉભી થઈ હતી.

કોરોના મહામારી સામે હ્રદયની બિમારી છતાં જીતી છું.’

પૂરતી સારવાર અને નિયમિત મોનિટરીંગથી શ્વાસ લેવામાં ઘણી રાહત મળી હતી, ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તા.7 મેએ 4 લિટર ઓક્સિજન માસ્ક સાથે તબિયત સારી હોવાથી સુરત મહાનગરપાલિકાના ગવર્નમેન્ટ ક્વોટાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં મને નોર્મલ રૂમમાં રાખી 13 મેના રોજ રજા આપવામાં આવી. મારા સ્વસ્થ થવા પાછળ સ્મીમેર હોસ્પિટલનાં તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામે હ્રદયની બિમારી છતાં જીતી છું.’- ઝાકિરાબીબી મહમ્મદ શેખ, કોરોનાને માત આપનાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.