ETV Bharat / city

ઘરના આંગણામાં રમી રહેલી 10 વર્ષીય બાળકીને અડપલા કરનાર જેલભેગો - સુરત ક્રાઈમ સમાચાર

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકીનો હાથ પકડી ઘરની પાછળ એકાંતમાં લઇ જઈને અશ્લીલ હરકતો કરનારા યુવાનની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરના આંગણામાં રમી રહેલી 10 વર્ષીય બાળકીને અડપલા કરનાર જેલભેગો

author img

By

Published : Mar 4, 2021, 9:29 AM IST

Updated : Mar 4, 2021, 4:44 PM IST

  • સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની ઘટના
  • પરપ્રાંતીય પરિવારની 10 વર્ષીય બાળકી સાથે કર્યા અડપલા
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

સુરત: પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકી પાંચ દિવસ અગાઉ ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક યુવાન બાળાની એકલતાનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇને અશ્લીલ હરકતો કરી હતી. જો કે બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરીને ત્યાંથી ભાગી ગઇ હતી અને આ સમગ્ર ઘટના અંગે માતાને જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

આરોપી અને બાળકીના પરિવાર સાથે થયો હતો ઝગડો

માતાએ પુત્રી સાથે અધમ કૃત્ય કરવાનો પ્રયાસ કરનારની શોધખોળ કર્યા બાદ સ્થાનિક સામાજીક કાર્યકરોની મદદથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બાળા સાથે અશ્લીલ હરકત કરનાર સુરજ અરૂણ પાંડે નામના શખ્સની ધરપકડ કરી છે. ઘટના અંગે પાંડેસરા પી.આઇ એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકીના પરિવાર અને સુરજ પાંડે વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યાર બાદ સુરજે બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી સાથે અન્ય કોઇ અઘટિત ઘટના બની છે કે નહીં, તે અંગેની તપાસ માટે મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

Last Updated : Mar 4, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.