ETV Bharat / city

પતિ દારૂ પીને કરતો હતો ઝઘડો, અને જોત જોતામાં જ પત્નીની ધિરજ ખુટી... - પોલીસે પત્નીની ધરપકડ કરી

સુરતમાં (Wife Killed Husband In Surat) ગળેફાંસો આપી પતિની પત્નીએ હત્યા કરી હતી. ઉપરાંત પોલીસે પત્નીની ધરપકડ કરી (Police arrested wife) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ દારૂ પીને કરતો હતો ઝઘડો, અને પત્નીની ધિરજ ખુટતા...

author img

By

Published : Feb 10, 2022, 1:59 PM IST

સુરત: કાજીપુરા ચુમાલીસ ચાલ ગાર્ડન ફેકટરી પાસે ઘરમાં બેભાન મળેલા યુવાનની ગળેફાંસો આપી હત્યા (Wife Killed Husband In Surat) પત્નીએ જ કરી હતી. પતિ કોઈ કામધંધો કરતો નહોતો અને દારૂ પીને રોજ ઝઘડા કરતો હતો. જેથી કંટાળીને પત્નીએ હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સમગ્ર હક્કિત બહાર આવી હતી. પોલીસે પત્નીની ધરપકડ કરી (Police arrested wife) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગાંધીનગરના સેક્ટર-26માં પત્નીએ પતિને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

સુરતના કાજીપુરા ચુમાલીસ ચાલ ગાર્ડન ફેકટરી પાસે રહેતો 41 વર્ષીય ભાવેશ લાલજીભાઇ સોલંકી ગત રવિવારે બપોરે પોતાના ઘરમાં સુઈ ગયો હતો. જોકે, સાંજે ચાર વાગ્યે તે નહીં ઉઠતા તેની પત્ની મીનાક્ષીએ દિયર મહેશને જાણ કરી હતી. મહેશ તેને સારવાર માટે મસ્કતી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમમાં ભાવેશનું મોત દોરીથી ગળેફાંસો આપતા થયું હોવાનો ખુલાસો થયો હતો. આથી લાલગેટ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ભાવેશના ભાઈ મહેશની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં અનૈતિક સંબંધમાં પત્નીએ જ કરી પતિની હત્યા

પત્નીએ પતિની કરી હત્યા

ભાવેશની હત્યા કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકાને આધારે પોલીસે તેના પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી. પોલીસને ભાવેશના મૃતદેહના ગળાના ભાગે નિશાન જોવા મળતા તે અંગે તેની પત્નીની પુછપરછ કરી હતી. તે સમયે પત્નીએ તે નિશાન ખરજવાના હોવાનું જણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેટૂંપો આપી હત્યા થઈ હોવાનો ખુલાસો થતા પોલીસે તેની પત્નીની મીનાક્ષીની જ ઉલટતપાસ કરતા તેણે નાડાની દોરી વડે ગળેફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સફાઈ કામદાર તરીકે કામ કરતી મીનાક્ષીના લગ્ન 19 વર્ષ અગાઉ સફાઈ કામદાર ભાવેશ સાથે થયા હતા અને તેમને 17 વર્ષનો પુત્ર પણ છે. દારૂની લત ધરાવતો ભાવેશ કોઈ કામધંધો નહીં કરી રોજ ઝઘડા કરતો અને લોનના હપ્તા પણ ભરતો ન હતો તેથી કંટાળીને હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.