સુરત શહેરમાં ટેન્ડર ખરીદવામાં આવેલી 10800 કિંમતની કચરાપેટી અડધા ભાવમાં આપવાની ત્રણ એજન્સીની ઓફર બાદ ખરીદી કૌભાંડ થયાની આશંકા પ્રબળ બનતા મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલામાં વિજિલન્સ તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડને મીડિયા દ્વારા પર્દાફાશ કરી અહેવાલ પ્રસારીત કરાયો હતો. આ અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમગ્ર કૌભાંડને લઈ વિજિલન્સ તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. વિજિલન્સ દ્વારા તપાસ બાદ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે અને રિપોર્ટ બાદ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
આ પહેલા એજન્સી દ્વારા રૂપિયા ૪ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ખુદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.