સુરત: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારનું બજેટ (Union Budget 2022)રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે લાખો લોકોને રોજગારી આપનારા ટેક્સટાઇલ ઉદ્યોગ (Textile industry Surat)ની બજેટને લઈને અપેક્ષાઓ નાણાપ્રધાનને મોકલી આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એશિયાની સૌથી મોટી કાપડની મંડી (Asia's largest textile market) સુરતને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. કાપડ ઉદ્યોગ જીએસટી (GST On Textile Industry), નોટબંધી અને કોરોના (Corona In Gujarat)ને કારણે અસરગ્રસ્ત થઈ ચૂક્યો છે. ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (Federation of surat textile traders association) દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાનને પત્ર લખી બજેટથી ઉદ્યોગ માટે અનેક માંગણીઓ કરવામાં આવી છે. જેથી ઉદ્યોગ વિશ્વ સ્તરે ઘણો મોટો બને અને અંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરી શકે.
દરરોજ સાડા ચાર કરોડ મીટર કાપડ તૈયાર થાય છે
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, સુરત એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ ધરાવે છે. અહીં દર વર્ષે 85 હજાર કરોડ રૂપિયાનો વેપાર થતો હોય છે. એટલું જ નહીં, અહીં દરરોજ સાડા ચાર કરોડ મીટર કાપડ તૈયાર થતું હોય છે. ત્યારે બજેટથી કાપડ ઉદ્યોગને ઘણી આશાઓ હોય છે. સુરત શહેરને કાપડ ઉદ્યોગમાં (Surat In textile industry) નંબર વન બનાવવા માટે ઘણી આશા અપેક્ષાઓ સાથે અમે કેન્દ્રીય નાણાપ્રધાનને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Corona In Surat: ત્રીજી લહેરની લગ્નસરાની સીઝન પર અસર, મિલ માલિકો અને કાપડના વેપારીઓએ શરૂ કરી શ્રમિકોની છટણી
બજેટમાં કાપડ ઉદ્યોગ માટે આ માંગણીઓ કરવામાં આવી
ટેક્સટાઇલ ઉદ્યોગની બજેટને લઈને જે અપેક્ષાઓ નાણાપ્રધાનને મોકલી આપવામાં આવી છે તેમાં, ઇન્કમટેક્ષ પેયર્સ (income tax on textile industry) માટે ઈન્કમટેક્ષ સ્લેબ તર્કસંગત રહે અને 5 લાખથી ઓછી આવકના લોકોને ટેક્સમાંથી છૂટ આપવામાં આવે, ટેક્સ સરળીકરણની દિશામાં નવી પહેલ કરવામાં આવે, ઇન્કમટેક્સ 80cની છૂટ વધારીને આમ આદમીને રાહત આપવામાં આવે. કાપડ ઉદ્યોગ કોરોનાના કારણે અનેકવાર આર્થિક મંદી (Economic downturn In Textile Industry)નો સામનો કરી ચૂક્યો છે ત્યારે ઉદ્યોગમાં રોજગારીની નવી તકો મળી શકે એ માટે નવી યોજના અમલમાં મુકવામાં આવે.
ઓછા વ્યાજની લોન ઇન્વેસ્ટમેન્ટ યોજનાની માંગ
રિસર્ચ અને ડેવલપમેન્ટ બજેટ વધારીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં એક્સપોર્ટ કરવાના માપદંડ પર અન્ય દેશો સામે પ્રતિસ્પર્ધા કરી શકે તે માટે પહેલ કરવામાં આવે, ટેક્સટાઇલ ઉદ્યોગ પર GST 12 ટકાના નોટિફિકેશનને GST કાઉન્સિલ પાસે રદ્દ કરાવવામાં આવે, કારણકે અત્યારે મુલતવી રાખવામાં આવી છે. સાથો સાથ GSTમાં રિફોર્મ કરાવવા માટેની પહેલ કરવામાં આવે. કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક ગારમેન્ટ અને એક્સપોર્ટને વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન માટે ઓછા વ્યાજની લોન ઇન્વેસ્ટમેન્ટ યોજના અને અન્ય પેકેજ આપે.
રીટર્ન ફાઈલ કરવામાં જો મોડું થાય તો વ્યાજથી મુક્તિ આપવામાં આવે
કોવિડના કારણે અસરગ્રસ્ત થયેલા MSME યોજનામાં ટ્રેડર્સ જેમની વાર્ષિક આવક 5થી 10 કરોડ જેટલી છે તેમને પેકેજ આપી આર્થિક વેપારમાં સહયોગ આપવામાં આવે. સુરત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે GSP અને FTA સાથે જોડાયેલા દેશો સાથે વેપાર થાય જેથી કાપડ એક્સપોર્ટ વધી શકે. ઇન્કમટેક્સ પોર્ટલ સરળ બનાવવામાં આવે, રીટર્ન ફાઈલ કરવામાં જો મોડું થાય તો પેનલ્ટી અથવા તો વ્યાજથી મુક્તિ આપવામાં આવે. વેપારીઓ GST અને ઇન્કમટેક્સ આપે છે, કેટલીકવાર વેપારીઓની છેલ્લી અવસ્થા સારી હોતી નથી આવા વેપારીઓને ચિહ્નિત કરી પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવે.