સુરત : રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે (Ukraine-Russia war effect)રશિયા પર મુકાયેલા પ્રતિબંધને લીધે છેલ્લા દોઢ મહિનાથી અલરોસા માઇન્સથી રફની સપ્લાઇ બંધ છે. અલરોસા માઇન્સમાંથી નીકળતા હીરા સુરતના હીરાઉદ્યોગમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારો પાસે રહેલા સ્ટોકને લીધે ઉત્પાદન ચાલુ હતું. પરંતુ હવે સ્ટોક સમાપ્ત હીરાઉદ્યોગકારોને મુશ્કેલી નડી રહી છે.
આ પણ વાંચોઃ Surat Diamond Industry : કેમ સર્જાઇ બે લાખ કેરેટ રફ ડાયમંડની અછત? હીરા ઉદ્યોગે કરવું પડ્યું આવું
ઇમ્પોર્ટ બંધ - સુરતમાં 30 ટકા રફ ડાયમંડ રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, પરંતુ હવે ઇમ્પોર્ટ બંધ થતા હીરાઉદ્યોગકારોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારોએ તેમની પાસે પડેલા સ્ટોકના આધારે કામના કલાકો ઘટાડીને અને અઠવાડિયામાં બે રજાઓ કરીને પણ કારખાનાઓ ચાલુ રાખ્યા હતાં. પણ હવે સ્ટોક ખૂટતા હીરાઉદ્યોગકારો મૂંઝાઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ Impact of Russia Ukraine War on Market : રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર ગુજરાતના આ ઉદ્યોગો પર પડશે
સુવિધા પ્રમાણે રજાઓ જાહેર - સ્કૂલોમાં પણ વેકેશન હોવાથી કેટલાક કારખાનેદારોએ બે અઠવાડિયાની તો કેટલાક 10થી 12 દિવસ વેકેશનની જાહેરાત કરી છે.
સુરતના ડાયમંડ વેપારી નીલેશ બોડખીએ જણાવ્યું હતું કે, હાલ રશિયાના હીરા આવતા બંધ થઇ જતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રફ હીરાની શોર્ટેજનો માહોલ છે. જેથી કેટલાક ઉદ્યોગકારોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે. જ્યારે કેટલાકે બે અઠવાડિયા સુધીની રજા જાહેર કરી છે. સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં ઉનાળામાં કેટલાક ઉદ્યોગકારો એક અઠવાડિયા સુધીનું વેકેશન મૂકે છે પણ ચાલુ વર્ષે રફ હીરાની અછત હોવાથી બે અઠવાડિયા સુધીની જાહેરાત પણ કેટલાક ઉદ્યોગકારોએ કરી હીરા ઉદ્યોગકારોએ પોતપોતાની સુવિધા પ્રમાણે રજાઓ જાહેર કરી છે.