સુરત મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત શહેરને ટાર્ગેટ બનાવનાર બે ઓટો મેકેનિક કાર ચોરી કૌભાંડમાં (Two auto mechanics car theft) સુરત ક્રાઈમ બ્રાન્ચે ( Surat Crime Branch) ધરપકડ કરી છે. માત્ર મારુતિ કંપનીની કારને ટાર્ગેટ બનાવનારા બન્ને આરોપીઓ સુરત શહેરના અડાજણ સરથાના સહિતના વિસ્તારમાં રાત્રી દરમિયાન અલગ અલગ સોસાયટી અને બગલાની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ કારની ચોરી કરતા હતા. તેમની પાસેથી 3 કાર સહિત રૂપિયા 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરીની કાર અન્ય વિસ્તારમાં પાર્ક કરી ડુબલીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વેચી દેતા હતા.
કાર રીપેરીંગ કરવાના બદલે કારની ચોરી સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 ઓટો મેકેનિકની ધરપકડ કરી છે કે, જેઓ કાર રીપેરીંગ કરવાના બદલે કારની ચોરી કરવામાં માસ્ટર છે. પુરા શહેરમાં ઘણા સમયથી કાર ચોરીની ઘટના બની રહી હતી. અને આવનાર દિવસોમાં દિવાળી પર્વ પર આવી કોઈ ઘટના ન બને આ માટે સુરત પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ બે આવા ઓટો મેકેનિકની ધરપકડ કરી છે. જેઓ માત્ર કારની ચોરી કરવા માટે જ કારને હાથ લગાવતા હતા. બન્ને આરોપીઓ માત્ર મારુતિ કંપનીની કારની ચોરી કરતા હતા.
3 ફોરવ્હીલ કાર 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ જ્યારે તેમની પૂછપરછ કરી હતી ત્યારે તેમને પોતાનું નામ અનિલ ગાયરી અને અયુબલી જણાવ્યું હતું. આરોપીઓની વધુ પૂછપરછ કરતા ગાડી ઉપરાંત ચોરી કરેલી અન્ય 3 ફોરવ્હીલ કાર જે અન્ય જગ્યાએ છુપાવી રાખેલી હતી. તે કબજે કરવામાં આવી છે. પોલીસે 3 ફોરવ્હીલ કાર, મોબાઈલ સહિત રૂપિયા 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
GPS તથા ફાસ્ટ ટેગ હટાવી કાર ચોરી પોલીસ પૂછપરછમાં તેમને જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ તથા તેના ગેંગના અન્ય સભ્યો સાથે મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમયે સોસાયટીની તથા બંગલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કારોની ચોરી કરવા કાર ડ્રાઈવર સીટની આગળના ટાયર પાસે હાથ નાખી હોર્નનો વાયર છુટા કરી એલન ચાવી વડે દરવાજાનું લોક ખોલી નાખ્યું હતું. કારનો દરવાજો ખોલી ઈલેક્ટ્રોનીકસ મશીન ઓટો ડાયગ્નોસ્ટિક ટૂલ કી કોડિંગ મશીન (Auto Diagnostic Tool Key Coding Machine) તથા એન્જિન કંટ્રોલની મદદથી કાર ચાલુ કરી કારમાંથી GPS તથા ફાસ્ટ ટેગ હટાવી કાર ચોરી કરી (Car stolen by removing fast tag) શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા ત્યારબાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચાણ (Selling cars with duplicate number plates) કરતા હતા.
આરોપી 23 ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે પોલીસે પૂછપરછ દરમિયાન રાંદેર, અડાજણ ,પુના, સરથાણા, લિંબાયત, ઉમરા, મહારાષ્ટ્રના 15 ગુનાઓ ઉકેલી કાઢવામાં આવ્યા હતા. આ સાથોસાથ આરોપી અયુબે અત્યાર સુધી 23 ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.
બન્ને આરોપી ઓટો મેકેનિક આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર (Commissioner of Police Surat) અજય તોમરે જણાવ્યું હતું કે, બન્ને આરોપી ઓટો મેકેનિક છે. ઘણા સમયથી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં કાર ચોરીની ઘટનાને (Car theft incident in Gujarat) અંજામ આપી રહ્યા હતા. આ બન્ને આરોપીમાંથી અયુબ અલી મહારાષ્ટ્રમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેને મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં અત્યાર સુધીમાં 23 જેટલા કાર ચોરીના ગુનાને અંજામ આપ્યા છે. સુરતમાં પણ 15 કારચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ પાસેથી ગુજરાતમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રજીસ્ટરવાળી ફોરવ્હીલ કારના બાર જેટલા નંબર પ્લેટો મળી આવ્યા છે. આ લોકો લુધિયાણા પંજાબથી ઓનલાઇન ECM મંગાવ્યા હતા. જેના થકી તેઓ કારચોરીની ઘટનાને અંજામ આપતા હતા.