સુરત: સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના (South Gujarat Textile Traders Association) આગેવાનો 12 ટકા GST સામે લડી લેવાના મૂડમાં છે. અગાઉ આ અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કાપડ ઉદ્યોગમાં GSTના દરમાં કરાયેલા વધારા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સર્વાનુમતે શાંતિ તથા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વેપારીઓએ કાળી પટ્ટી (Surat traders protest against GST) બાંધી આજથી વિરોધ શરૂ કર્યો હતો.
પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ
પોસ્ટ કાર્ડમાં GST દરને પાંચ ટકા યથાવત રાખવા રજૂઆત કરાઇ છે. ટ્રેક્ટર યુવા બ્રિગેડ દ્વારા પણ GSTના દરમાં વધારા સામે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આ વિરોધમાં રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં અગાઉ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ટેક્ટર યુવાબ્રિગેડના વેપારીઓએ નાણાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કર્યું છે. ગેમ આપો કાર્ડના માધ્યમથી વધારેલા GSTનો વિરોધ (Traders in Surat protested against the 12 percent GST) કરી તેનું નોટિફિકેશન રદ કરવાની માંગણી કરાઈ છે.
GSTના કારણે વેપારીઓને ભારે નુકસાન થશે: વેપારીઓ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પણ સુરતના રિંગરોડ વિસ્તાર ખાતે આવેલા તમામ કાપડ માર્કેટમાં GST વિરોધ આંદોલન જોવા મળ્યું હતું. જેમાં વેપારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત સુરતમાં (Surat traders protest against GST) GSTને લઇ શાંતિપૂર્ણ આંદોલન શરૂ થયું છે. વેપારીઓએ જણાવ્યું છે કે, GSTના કારણે વેપારીઓને ભારે નુકસાન થશે.
આ પણ વાંચો: GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેક્સ રેટને પરત ખેંચવા અરજી
આ પણ વાંચો: GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે