ETV Bharat / city

દર્શના જરદોશને મોદીના પ્રધાનમંડળમાં સ્થાન મળતા આંત્રપ્રિન્યોર મહિલાઓમાં આનંદ - entrepreneurs women of surat

સુરતમા 3 ટર્મથી સાંસદ રહેનારા દર્શના જરદોશને મોદી સરકારના પ્રધઆન મંડળમાં સ્થાન મળ્યુ છે. એક મહિલા સાસદ દિલ્હીમાં 2 મહત્વના મંત્રાલયમાં સ્થાન મળવાથી શહેરની મહિલાઓમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી છે. જાણો શું કહે છે સરતની આંત્રપ્રિન્યોર મહિલાઓ...

દર્શના જરદોશને મોદીના પ્રધાનમંડળમાં સ્થાન મળતા આંત્રપ્રિન્યોર મહિલાઓમાં આનંદ

author img

By

Published : Jul 9, 2021, 7:45 AM IST

  • દર્શના જરદોશને સરકારના 2 મંત્રાલયમાં સ્થાન મળતા મહિલાઓમાં ખુશી
  • સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગથી જોડાયેલી મહિલાઓને નવી આશા
  • ટેક્સટાઈલથી જોડાયેલી મહિલાઓ માટે નવી તક ઉભી થાય તેવી ઈચ્છા

સુરત: છેલ્લા ત્રણ ટર્મથી સુરતથી સાંસદ રહેનારા દર્શના જરદોશ(Darshana Jardosh) ને મોદી સરકારના પ્રધાનમંડળ (Cabinate Ministary)માં સ્થાન મળ્યું છે. ટેક્સટાઇલ સીટી (Textile city) સુરતથી સાંસદ રહેનારા દર્શના જરદોશને ટેકસટાઇલ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદભાર આપવામાં આવ્યો છે. આ સાથે તેઓ રેલ્વેમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ બનાવ્યા છે. સુરત શહેર માટે આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. એક મહિલા સાંસદને જ્યારે દિલ્હીમાં બે મહત્વના મંત્રાલયમાં સ્થાન મળે તો શહેરની મહિલાઓમાં આનંદની લાગણી સ્પષ્ટ જોવા મળે છે.

દર્શના જરદોશને મોદીના પ્રધાનમંડળમાં સ્થાન મળતા આંત્રપ્રિન્યોર મહિલાઓમાં આનંદ

ટેક્સટાઇલથી જોડાયેલી મહિલાઓને નવી તકની આશા

સુરતની મહિલાઓએ જણાવ્યું છે કે, એક મહિલા સાંસદને જ્યારે બે મહત્વના પદ મળે ત્યારે અન્ય મહિલાઓ માટે આ મહિલા સશક્તિકરણની વાત છે. સુરતમાં અનેક ક્ષેત્રોમાં આગળ પોતે મહિલા સશક્તિકરણનો પરિચય આપનારી અનેક મહિલાઓએ જણાવ્યું હતું કે, માત્ર સુરત જ નહીં ગુજરાતમાં જે પણ ટેક્સટાઇલથી જોડાયેલી મહિલાઓ છે તેમને દર્શના જરદોશ તક આપે તેવી ઈચ્છા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં મહિલાઓ સામેલ થાય આ માટે તેઓ પોલીસી બનાવે તેવી ઈચ્છા છે.

સુરત જ નહીં દેશમાં એક નવુ પરિવર્તન જોવા મળશે

સુરતની મહિલાઓએ જણાવ્યું હતું કે, દર્શના બેનને રેલવે રાજ્યમંત્રી બનાવાથી માત્ર સુરત જ નહીં દેશમાં એક નવુ પરિવર્તન જોવા મળશે. સુરતને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન મળશે તેવી આશા તો છે જ પરંતુ અન્ય શહેરોને પણ સ્ટાન્ડર્ડ સ્ટેશન મળી રહે તેવી અમારી લાગણી છે.

આ પણ વાંચોઃ દર્શના જરદોશ ટેકસટાઇલ રાજ્ય પ્રધાન બનતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આવશે 'સ્વર્ણિમકાળ'

આ પણ વાંચોઃ PM Modi Cabinet 2.0: ગુજરાતના મનસુખ માંડલીયા અને દર્શના જરદોશે સંભાળ્યો નવો પદભાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.