સુરત એક બાજુ 36મી નેશનલ ગેમ્સ અને બીજી બાજુ નવરાત્રીને લઇને સુરતીઓમાં અનેરો (Surat National Game) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સને કારણે એક અલગ તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે IDTના ડિઝાઈન સ્ટુડન્ટ્સેએ ઉત્સાહને વધારતા નવરાત્રિનું અલગ જ કલેક્શન માર્કેટમાં (Navratri 2022 in Surat) લોન્ચ કર્યું છે. જેમાં નવરાત્રીની ચણિયાચોળીમાં નેશનલ ગેમ્સમાં રમાઈ રહેલા અલગ અલગ ગેમ્સના સિમ્બોલ જોવા મળે છે.
ડ્રેસમાં ગેમ્સ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ નેશનલ ગેમ્સમાંથી પ્રેરણા લઈને નવરાત્રી ડ્રેસ નેશનલ ગેમ્સમાં યોજાનારી તમામ 36 રમતોને દર્શાવે છે. પેચ વર્ક અને હેન્ડ એમ્બ્રોઇડરીથી હાઇલાઇટ કરાયેલ, આખું વસ્ત્ર રમતગમતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સ્પેશિયલ નેશનલ ગેમ્સનો લોગો દુપટ્ટા પર છપાયેલો છે અને તે તમામ રમતોના નિરૂપણ સાથે ફીટ કરવામાં (Navratri planning in Surat) આવશે. તેને બનાવવામાં માર્ગદર્શક નતાશા ડોનેરિયા સાથે ફાતિમા, અજિત, ઉઝમા અને રોશનીએ સહયોગ આપ્યો હતો.
હાથકામની વર્ક IDT ડિરેક્ટર અંકિતા ગોયલએ જણાવ્યું હતું કે, આ કલેક્શન ખાસ (Navratri 2022 in Surat) એટલા માટે છે, કારણ કે અહીંના ઈન્ડસ્ટ્રી, ઈનોવેશન અને સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ જાતે જ તેની પ્રિન્ટ તૈયાર કરી છે. તેના પર ભારતની ઘણી કળાઓના હાથકામ કરીને જેમ કાચી, આમળા, ગજરી અને બીજી ઘણી કળાઓના હાથકામ કરીને તેનો ઉછેર કરવામાં (Navratri Dress 2022) આવ્યો છે. આ સંગ્રહ આજે IDT પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
નેશનલ ગેમ્સમાં રમાઈ રહેલા રમતો સિમ્બોલ ફેશન ડિઝાઇનિંગ કરનાર મિતાલી પુરોહિતે જણાવ્યું હતું કે, મને ફેશન ડિઝાઇનિંગની સાથે સ્પોર્ટ્સમાં પણ રુચિ છે. જ્યારે ખબર પડી કે સુરતમાં નેશનલ ગેમ રમવામાં (chaniya choli designs) આવી રહ્યા છે, ત્યારે ફેકલ્ટી દ્વારા અવનવી ડ્રેસ તૈયાર કરવા માટે અમને તક આપવામાં આવી હતી. જેના આધારે હું એક ચણિયાચોળી તૈયાર કરી છે. જેમાં નેશનલ ગેમ્સમાં રમાઈ રહેલા રમતો સિમ્બોલ તરીકે જોવા મળશે અને આ ચણિયાચોળી હું નવરાત્રીમાં પહેરીશ.