સુરત : સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે લોકો ધન્વંતરી રથ પર રેપિડ ટેસ્ટ સહિત દવાઓ મેળવે છે. ધન્વંતરી રથ સુરતના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. સમયસર ટેસ્ટ અને દવાઓ મળી જતાં કોરોના કાળમાં તંત્ર અને લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે. પરંતુ સુરતમાં કાર્યરત અઢીસો જેટલા ધન્વંતરી રથના પૈડાં આજે થંભી ગયાં છે. ધન્વંતરી રથના ડ્રાઈવરો હડતાળ પર ઉતરતાં ટેસ્ટિંગ અટક્યા છે. સુરતના અલગ-અલગ ઝોનમાં ધન્વંતરી રથમાં કાર્યરત ડ્રાઇવરો દ્વારા આ કાર્યવાહી કરાઈ છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે ધન્વંતરી રથના પૈડા થંભી ગયા - હડતાળ
કોરોના કાળમાં લોકો માટે ધન્વંતરી રથ આશીર્વાદરૂપ સમાન છે. પરંતુ હાલ સુરતમાં સતત વધી રહેલાં કોરોના કેસો વચ્ચે 250થી વધુ ધન્વતરી રથના પૈડા થંભી ગયાં છે. કોન્ટ્રાકટર દ્વારા 53 દિવસથી ભાડું ન ચૂકવતાંં તમામ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. સુરતમાં કોન્ટ્રકટ પર ધન્વંતરી રથ ચાલે છે.