ETV Bharat / city

ફાટેલી નોટ બની દુકાનદારની હત્યાનું કારણે - કરિયાણાની દુકાન

સુરત : શહેરના વરાછા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચાલવતા એક શખ્સની બે ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બે ઈસમો સોડા લેવા આવ્યા હતા, પરંતુ ફાટેલી નોટ નહીં લેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ દુકાનદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આ મામલે વરાછા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

shopkeeper's murder in surat
shopkeeper's murder in surat
author img

By

Published : Jan 4, 2021, 6:47 PM IST

Updated : Jan 4, 2021, 7:06 PM IST

  • બે શખ્સોએ યુવકની ચપ્પુના ઘાં ઝીંકી હત્યા કરી
  • ફાટેલી નોટ આપી માંગ્યો હતો સામાન
  • સામાન ન આપતા ઉશ્કેરાયેલા બે યુવકોએ દુકાનદારની કરી હત્યા

સુરત : શહેરના વરાછા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચાલવતા યુવકની બે શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બે યુવકો સોડા લેવા આવ્યા હતા. તેમને પૈસા ચૂકવવા માટે 50 રૂપિયાની ફાટેલી નોટ આપી હતી, પરંતુ દુકાનદાર યુવકે ફાટેલી નોટ નહીં લેતા ઉશ્કેરાયેલા બન્ને યુવકોએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કર્યો હતો. જે બાદ દુકાનદારને સારવાર અર્થે આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા છે.

ફાટેલી નોટ બની દુકાનદારની હત્યાનું કારણે

50 રૂપિયાની ફાટેલી નોટ આપી માંગ્યો હતો સામાન

સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટીચાલ આવેલી છે. અહી 28 વર્ષીય અમરદીપ નામનો વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવતો હતો. રવિવારના રોજ દુકાન પર અમરદીપ હાજર હતો, ત્યારે બે ઈસમો દુકાન પર આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપીને સામાન માંગ્યો હતો. જોકે, નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સામાન આપ્યો ન હતો. જેથી રોષે ભરાયેલા બન્ને ઈસમોએ ઝગડો કર્યો હતો. જે બાદમાં અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા.

આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માગ

ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શાહરૂખ શાકીર શેખ અને જુબેર શાકીર શેખને ઝડપી લીધા હતા. બીજી તરફ મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માગ કરી હતી.

Last Updated : Jan 4, 2021, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.