ETV Bharat / city

ત્રીજી નવરાત્રિ કે જેમાં ભક્તો માતાજીના દર્શન નહિ કરી શકે - Ambika niketan

કોરોના મહામારી વચ્ચે આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ છે. માઁ અંબેના ભક્તો માટે ચૈત્રી નવરાત્રિ આસ્થાનું પ્રતિક છે. પરંતુ આ વખતે સુરતમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને 51 વર્ષ જૂના અંબિકા નિકેતન મંદિરમાં ભાવિ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્રીજી નવરાત્રિ છે કે, જેમાં ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહિ.

અંબિકા નિકેતન
અંબિકા નિકેતન
author img

By

Published : Apr 13, 2021, 10:55 AM IST

  • સુરતમાં આવેલું અંબિકા નિકેતન મંદિર દેશભરમાં પ્રખ્યાત
  • નવરાત્રિએ અહીં દસ લાખથી વધુ ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટી પડે
  • બીજી ચૈત્રી નવરાત્રિ છે જેમાં ભાવિ ભક્તો દર્શન નહિ કરી શકે

સુરત : શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. અહીં મોટાભાગે અન્ય રાજ્યોથી આવનાર ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે છે. દર નવરાત્રિએ અહીં દસ લાખથી વધુ ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોય છે. જેના કારણે કોરોના કાળને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિ પર મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી શક્તિ ઉપાસનાના પર્વની શરૂઆત થઇ છે. પરંતુ શક્તિના ઉપાસકો મંદિર જઇને માતાજીના દર્શન કરી શકતા નથી. સુરતના અંબિકા નિકેતન મંદિરની બહાર ભાવિ ભક્તો મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો : બેચરાજી મંદિરમાં સતત બીજા વર્ષે સાદગીપૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી

ભક્તો નવ દિવસ સુધી માતાજીના દર્શન કરી શકશે નહિ

માતાજીના સાક્ષાત દર્શન ન કરી શકનાર ભાવિ ભક્તોની માટે ઓનલાઇન આરતી અને દર્શનની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ગત વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના સમયે કોરોના કાળના કારણે મંદિરને બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ બીજી ચૈત્રી નવરાત્રિ છે જેમાં ભાવિ ભક્તો નવ દિવસ સુધી માતાજીના દર્શન કરી શકશે નહિ. શક્તિના ઉપાસકો માટે આ પર્વ ખૂબ જ અગત્યનું હોય છે. આ નવ દિવસની આસ્થા ચરમ પર જોવા મળે છે. આ મંદિરમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશના લોકો દર્શનાર્થે આવતા હોય છે.

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન અને વિશેષ પૂજા થઈ, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.