ETV Bharat / city

સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમા લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથા તબક્કાના લોકડાઉનની જાહેરાત પણ કરી દીધી છે જોકે તેમાં વિશેષ છૂટછાટ આપવાની વાત કહેવામાં આવી છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ દ્વારા ચોથા તબક્કાના લોકડાઉનમાં શહેરમાં આવેલી કાપડ માર્કેટ, ખોલવાની મંજૂરી માંગવામાં આવી છે. જેનો વિરોધ પણ થઈ રહ્યો છે.

textile-association
સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો
author img

By

Published : May 16, 2020, 9:59 AM IST

સુરતઃ જિલ્લામાં પોઝિટિવ કેસો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે, સતત વધી રહેલા કેસો તંત્ર માટે ચેલેન્જ રૂપ બન્યા છે, બીજી તરફ શહેરમાં રહેતા પરપ્રાંતીય લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે, આવા સમયે શહેરના મહત્વના બે ઉદ્યોગો કાપડ અને હીરાના ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડયો છે, ત્યારે મંદી બાદ છેલ્લા ઘણા દિવસથી લોકડાઉનનો માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગ ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો

જોકે મહત્વની વાત એ છે કે જે વિસ્તારમાં આ માર્કેટ આવી છે, તે લિંબાયત અને સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર રેડ ઝોનમાં આવે છે અને અહીં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્રીજુ લોકડાઉન પૂરું થવાની તૈયારી છે, અને નવા રંગરૂપ સાથેનું ચોથું લોકડાઉન આવવાનું છે, ત્યારે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા કલેકટર તેમજ મનપા કમિશ્નરને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ફોસ્તા એ સુરત કાપડ બજારના 185 માર્કેટમાં 65000 મેન્યુફેક્ચરિંગ વેપારીઓની સૌથી મોટી સંસ્થા છે. શહેરના કાપડ ઉદ્યોગથી સંબંધિત તમામ ઘટક ઉદ્યોગો, વણાટ, પ્રક્રિયા, ભરતકામ, વેલ્યુએશન, ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની શરૂઆત સુધી કાપડ બજારનો વ્યવસાય કોરોનાના સંકટને કારણે બંધ છે, કાપડ ઉદ્યોગકારો દ્વારા ગૃહ મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે અને સરકારના કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીને તેઓની પરિસ્થિતિ વિશે માહિતગાર કરવા અને તેમને સહયોગ આપવા જણાવ્યું છે. રમઝાન તહેવારએ શહેરના કાપડ બજારની મુખ્ય સીઝન છે તેમજ લગ્નગાળો, નવું વર્ષ, અખાત્રીજ વગેરે તહેવારોમાં ઉદ્યોગ બંધ રહેતા લગભગ 10,000 કરોડનું નુકસાન થયું છે, તેમજ બજારના ઘરેલું અને નિકાસ ઓર્ડરને અસર થઈ છે. ગામડાની બહાર કરોડો રૂપિયાની ચુકવણી, બેંકિંગના કામ, જીએસટી વગેરેને અસર થઈ છે. દેશના ઘણા રાજ્યોમાં મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે શરતોને આધિન કાપડ બજાર અને કોરોનેટ વિસ્તારની બેંકને 18-05થી 3-3 કલાક ખોલવા માટે પરવાનગી આપવામાં આવે.

સુરત ટેક્સટાઈલ માર્કેટ જે વિસ્તારમાં આવ્યું છે તે સમગ્ર વિસ્તાર રેડ ઝોનમાં આવે છે, લિંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન માં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, કેમ ફોસ્ટાના જ કેટલાક સભ્યો આ અંગે અલગ મત ધરાવે છે, કેટલાક સભ્યોનું કહેવું છે કે હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સરકાર અને તંત્ર ઉપર માર્કેટ ખોલવા બાબતે કોઈપણ પ્રકારનું દબાણ કરવું જોઈએ નહીં સમગ્ર મુદ્દે તંત્ર સમજી-વિચારીને નિર્ણય લેશે. એ વાત સાચી છે કે કોરોનાની મહામારીને કારણે કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ લોકોના જીવને જોખમમાં મૂકીને માર્કેટ ચાલુ કરવું જોઈએ નહીં. ત્યારે લોકડાઉન-4માં સરકાર પોતાની સૂઝબૂઝ વાપરીને યોગ્ય છૂટ આપશે તેને વેપારીઓએ સ્વીકારવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.