- લાલભાઈ સ્ટેડિયમમાં મેચ રમતા ખેલાડીઓએ વિજય ઉત્સવ મનાવ્યો
- વિજય ઉત્સવ દરમિયાન મેચ દર્શકો પણ નાચી ઊઠયા
- એક પણ ખેલાડીએ મોઢા ઉપર માસ્ક લગાવ્યું ન હતું
સુરત: ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં હાલ કોરોનાનો રેશિયો ઘટ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને મોઢા ઉપર ફરજિયાત માસ્ક લગાવવાની જાહેરાત કરી છે. તેમ છતાં સુરતના લાલભાઈ સ્ટેડિયમ ક્રિકેટ રસિકોએ મેચ પૂર્ણ થયા બાદ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવાની સાથે ડીજે ઉત્સવ મનાવ્યો હતો. વિજય ઉત્સવ દરમિયાન મેચ દર્શકો પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા સાથે નાચી ઊઠયા હતા.
આ પણ વાંચો: ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 15.52 કરોડ રૂપિયાની ટિકિટનુ રિફંડ કરાયું
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવાની સાથે ડીજે ઉત્સવ મનાવ્યો
સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં મેચ રમનારા ખેલાડીઓએ મેચમાં વિજય થયા બાદ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા સાથે એક પણ ખેલાડીએ મોઢા ઉપર માસ્ક લગાવ્યું ન હતું અને ખેલાડીઓએ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ વિજય ઉત્સવ પણ મનાવ્યો હતો. જોકે, મેચ દરમિયાન પણ એક પણ ખેલાડીએ મોઢા ઉપર માસ્ક લગાવ્યું ન હતું. મેચ પૂર્ણ થયા બાદ પણ વિજય ઉત્સવ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ મેચને જોનારા દર્શકો પણ મેચનો વિજય ઉત્સવ મનાવવા એટલા મશગુલ થઈ ગયા હતા કે કોરોના તેમને યાદ જ ન રહ્યું અને તેઓ પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા સાથે નાચી રહ્યા હતા.
આ પણ વાંચો: ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને આપ્યું 'એવરેજ' રેટિંગ