ETV Bharat / city

સુરતની કોવિડ હોસ્પિટલમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા કરવા સાંસદે CMને રજૂઆત કરી - સાંસદે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સુરતના સાંસદ દર્શના જરદોશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર પાઠવી સુરત સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે ધ્યાન દોરી કેટલાક પગલાં ભરવા સૂચનો કર્યા છે, જેમાં સૌથી મહત્વની વાત પાણીની અછતને લઈને છે. પીવાનું પાણી 24 કલાક મળે એવી વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવાની આવશ્યકતા તેઓએ જણાવી હતી.

સુરતની કોવિડ હોસ્પિટલમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા કરવા સાંસદે CMને રજૂઆત કરી

author img

By

Published : Apr 19, 2021, 11:52 AM IST

Updated : Apr 19, 2021, 2:54 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે સાંસદે મુખ્યપ્રધાનનું ધ્યાન દોર્યું
  • કોવિડ હોસ્પિટલમાં 24 કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરોઃ સાંસદ
  • નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ યોગ્ય સમયે નથી થતી હોવાની ફરિયાદ પણ મળી

સુરતઃ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ તમામની વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ આવી રહી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સાંસદ દર્શના જરદોશે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ સુરતના ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપવા રજૂઆત

પાણી બાબતે અનેક ફરિયાદ મળીઃ સાંસદ

સાંસદે પત્રમાં લખ્યું છે કે, હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં પીવાનું પાણી પણ નથી પહોંચાડવામાં આવ્યું એવી અનેક ફરિયાદો મળી રહી છે, જે ચિંતાજનક છે. સરકાર દ્વારા સિવિલ ખાતે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એ કોન્ટ્રાક્ટર દ્વારા ભોજન કેવું અને ક્યારે આપવામાં આવે છે. એની ચિંતા કરવી પડશે એવી સ્થિતિ છેય કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગે સ્ટાફ વધારવા સાથે ગરમ ભોજન અને સમયસર ભોજન પહોંચે તે માટે આદેશ કરાયા અથવા તો એની ક્ષમતા ન હોય તો બીજી વ્યવસ્થા અંગે વિચાર કરવો જોઈએ.

સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે સાંસદે મુખ્યપ્રધાનનું ધ્યાન દોર્યું

આ પણ વાંચોઃ કોરોના કાળમાં રાતા તળાવ પાંજરાપોળના સંચાલકોની કાયમી સબસીડી માટે અપીલ

સરકારની મહેનત અને પ્રયાસો પર પાણી ફરી વળે એવી આશંકા અને ચિંતાથી આ પત્ર લખ્યો છેઃ સાંસદ

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, હાલ સિવિલમાં જે પ્રમાણે દર્દીઓ આવી રહ્યા છે. એની સામે તબીબ ઓછા છે. એ પરિસ્થિતિમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પોતાની ચિંતા કર્યા વગર 24 કલાક કાર્યરત છે. ત્યારે એમની મદદમાં જે કોઈ સેવાભાવી સંસ્થા કાર્ય કરવા માગતી હોય તેમને માટે પરવાનગી આપવામાં આવે અને સ્ટાફ માટે સુવિધાઓ અંગે ચિંતા કરી ખૂટતી સુવિધા પૂરી પાડવામાં આવે. દર્દીઓના સગાંઓને એમને મળવા દેવાનું સલાહ ભર્યું નથી, પરંતુ જે 10 દિવસ અગાઉ પોતાના વ્યક્તિ માટે ફળ કે અન્ય વસ્તુ આપી જતી હોય અથવા શહેરની સેવાભાવી સંસ્થા સેવાની ભાવનાથી દર્દીઓને માટે ફળો વગેરે આપી જતી હોય તો તે જેતે વ્યક્તિ સુધી સારી હાલતમાં અને સમયસર પહોંચવું આવશ્યક છે. સરકાર દ્વારા કરવામાં આવેલી મહેનત અને પ્રયાસો પર પાણી ફરી વળે એવી આશંકા અને ચિંતાથી આ પત્ર લખ્યો છે.

Last Updated : Apr 19, 2021, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.