સુરત: સુરત એક એવું શહેર છે કે જેના હીરાની ચમક આખું વિશ્વ જાણે છે. ડાયમંડ જ્વેલરી વિશ્વને આકર્ષિત કરી રહી છે પરંતુ આ જ્વેલરી બનાવનારા લોકો ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારથી આવનાર લોકો છે. ધોરણ 10થી પણ ઓછું ભણેલા કારીગરો આજે વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી બનાવી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના કારીગરો પશ્ચિમ બંગાળથી આવેલા છે. બેરોજગાર અને ખેત મજૂરી કરનારા યુવાનોએ ક્યારે પણ વિચાર્યું નહોતું કે જ્યારે તેઓ સુરત આવશે ત્યારે હીરાની જેમ તેમની કિસ્મત પણ ચમકી જશે.
બોલિવૂડના હીરો-હિરોઇનમાં પણ પહેરે છે સુરતની જ્વેલરી
આજે 30થી 50 હજાર રૂપિયા કમાનારા કારીગરો એક સમયે આર્થિક સંકળામણને કારણે પરિવારનું ભરણપોષણ પણ કરી શકતા નહોતા. તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેઓ ધોરણ 10 સુધી (10th standard pass artisan) પણ ભણી શક્યા નહોતા. આજે બે કરોડના મુગટથી લઈને વિદેશી મહિલાઓ માટે ક્રાઉન અને એટલું જ નહીં અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે. બોલિવૂડના હીરો હિરોઇન પણ આ યુવાઓ દ્વારા તૈયાર કરોડો રૂપિયાની જ્વેલરી પહેરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા
સુરત આવીને કારીગરને કામ બતાવવાની તક મળી
મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાએ (most beautiful woman in America) જે ક્રાઉન પહેર્યું હતું તે સુરતના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સાંભળીને નવાઈ કે અમેરિકાની સૌથી સુંદર યુવતી એ જે ક્રાઉન પહેર્યું છે તે સુરતના કોઇ જ્વેલરીના ડિગ્રી ધારકે તૈયાર કર્યું હશે પરંતુ તેમ નથી. તેને પશ્ચિમ બંગાળથી સુરત આવેલા અરિજિત સિંહ (Diamond artisan Arijit Singh) દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું હતું. આઠ વર્ષ પહેલાં સુરત આવેલા અરિજિત સિંહે જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલાં હું સુરત આવીને કામ બતાવવાની તક મળી હતી.
વિદેશની લેડી ક્રાઉન પહેરે છે ત્યારે ખુબ જ ખુશી થાય છે: અરિજિત સિંહ
અરિજિત સિંહે (Arijit Singh jewelry) વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે 11 વર્ષનો હતો ત્યારે પિતાનું નિધન થઈ ગયું હતું. માતાએ નોકરી કરીને ગુજરાન ચલાવ્યું હતું. ધોરણ 10 સુધી ભણતર (10th standard pass artisan) કરીને છોડી દીધું, જેથી પરિવારનું ભરણપોષણ કરી શકું. સુરતમાં આવીને કામ શીખ્યો અને હાલ મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી થઈ ગઈ છે. જવાબદારી આવવાને કારણે ભણતર પૂર્ણ કરી શક્યો ન હતો. હું પત્રકાર બનવા માગતો હતો. આ મારું સ્વપ્ન હતું પરંતુ આજે ખૂબ જ ગર્વ થાય છે કે, અમારું કામ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ પસંદ કરી રહ્યા છે. ત્યાંના મોટા મોટા લોકો અમારી જ્વેલરી પહેરે છે. તેની સુંદર લેડી જ્યારે ક્રાઉન પહેરે છે તે ખુશી અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
આ પણ વાંચો: સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો