ETV Bharat / city

દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત... - surat ghari news

તહેવારોના સમયમાં લોકો મિઠાઈનો સ્વાદ લેવા ચુકતા નથી, ત્યારે સુરતની ઘારી જે માત્ર શહેરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ ઘારી સામાન્ય રીતે ચંદની પડવાના દિવસે ખવાતી હોય છે, પરંતુ તે એટલી લોકપ્રિય છે. તો ચાલો જાણીએ શું છે એનો ઇતિહાસ અને શા માટે ઘારી લોકપ્રિય બની છે. The history of Ghari of Surat, famous in the country and abroad, is more than 122 years old

પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો ઇતિહાસ છે

author img

By

Published : Oct 18, 2021, 7:55 PM IST

  • શહેરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ કરાઈ રહી છે તૈયાર
  • છેલ્લા 122 વર્ષથી સુરતના જમનાદાસ ઘારીવાળા મીઠાઈ વિક્રેતા કરે છે ઘારીનું વેચાણ
  • દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ભુસાનું વેંચાણ કરવામાં આવે છે

સુરત : વર્ષોથી સુરતમાં ચંદની પડવો રંગેચંગે ઉજવાય છે. સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટે છે. સુરતની સ્વાદપ્રિય ઘારીની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ- વિદેશમાં પણ છે, ત્યારે સુરતીલાલાઓની ડિમાન્ડને લઈ શહેરભરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે. છેલ્લા 122 વર્ષથી સુરતના જમનાદાસ ઘારીવાળા મીઠાઈ વિક્રેતા ઘારીનું વેચાણ કરે છે. જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે.

પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો ઇતિહાસ છે

લાખો કિલોની ઘારીનું વેંચાણ

સુરતીઓના સ્વાદપ્રિય તહેવાર ચંદની પડવાના પર્વને હવે માંડ માંડ બે દિવસ બાકી છે, ત્યારે લાખો કિલોની ઘારી ઝાપટી જવા સુરતી લાલાઓ પણ ભારે આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ચંદની પડવાની ઉજવણી કંઈક ખાસ થવાની છે. બુધવારના રોજ ચંદની પડવાનો પર્વ છે, જેને લઈ સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ તૈયાર કરી દેવામાં આવી છે. ચંદની પડવાની ઉજવણી કરવા સામાન્ય લોકોની સાથે ખાસ સુરતીઓ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. ચંદની પડવાના પર્વને ફક્ત બે દિવસ જેટલો સમય બાકી છે. જો કે તે પહેલાં સુરતીલાલાઓ મીઠાઈની દુકાનો પરથી "ઘારી "ની પૂર્વ ખરીદી કરી રહ્યા છે.

ચંદની પડવા પર ઘારી ન વેચવા અને દુકાનો બંધ રાખીને આંદોલનને ટેકો

સુરતીઓ વર્ષોથી ઘારી ચંદની પડવાના દિવસે ખાય છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે એક ચંદની પડવો એવો હતો જેને સુરતીઓએ મનાવ્યો ન હતો અને ઘારીને પણ પોતાની જીભથી દૂર રાખી હતી. વર્ષ 1942નો એ ચંદની પડવો સુરતની ઐતિહાસિક તારીખ બની ગયો, ત્યારે ભારત પર બ્રિટીશ સલ્તનતની હુકુમત ચાલતી હતી. આઝાદી માટેની લડાઇ જન આંદોલન બની ચુકી હતી. અંગ્રેજોને ખદેડવા માટે ગાંધીજીએ ક્વિટ ઇન્ડિયા અને કરેંગે યા મરેંગેનો નારો આપતા લોકો આઝાદીની લડાઇમાં જીવ હથેળી પર લઇને કૂદી પડયા હતા. અનેક લોકો શહીદ થઇ રહ્યા હતા. એ જ સમયે સુરતનો ફેવરિટ તહેવાર ચંદની પડવો આવી રહ્યો હતો. દેશમાં લોકો શહીદ થઇ રહ્યા હોય અને જેલમાં જઇ રહ્યા હોય ત્યારે આપણે ઘારી ઝાપટીએ એ કેવુ લાગે ? એવો સવાલ એ સમયે મિઠાઇ-ફરસાણ એસોસીએશનનાં પ્રમુખ જમનાદાસ ઘારીવાલાને થયો અને તેમણે આ ચંદની પડવા પર ઘારી ન વેચવા અને દુકાનો બંધ રાખીને આંદોલનને ટેકો આપવાની અપિલ કરી હતી. એ અપિલ શહેરના તમામ દુકાનદારોએ સહર્ષ સ્વીકારી લીધી, અને તે દિવસે ઘારી ન બનાવી, ન વેચી અને દુકાનો ન ખોલી હતી. દુકાનદારો માટે કમાણી કરવાનો આ શ્રેષ્ઠ દિવસ હતો તેમ છતા દુકાનો પર તાળા લટકતા હતાં.

કાશીનું મરણ અને સુરતનું જમણ

સુરતમાં દર વર્ષે ચંદની પડવાની ઉજવણી શહેરીજનો ધૂમધામથી કરતા હોય છે. જેને લઇને સુરતમાં પણ શહેરભરની મીઠાઈની દુકાનો પર ગ્રાહકો અવરજવર શરૂ થઈ ચૂકી છે. કેટલાક લોકો ચંદની પર્વની ઉજવણી કરવા બહાર ગામથી ઘારીની ખરીદી કરવા સુરત આવી રહ્યા છે. સુરતની ઘારીમાં એક અલગ જ સ્વાદ છુપાયેલો છે. જ્યાં કાશીનું મરણ અને સુરતનું જમણ હોવાનું ગ્રાહકો માની રહ્યા છે. એક તરફ મોંઘવારીની માર છતાં ઘારી-ભૂંસાની જ્યાફત માનવા ગ્રાહકો ભાવ-તાલ છોડી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

અલગ અલગ વેરાયટીઝ જોવા મળી

સુરતની સ્વાદિષ્ટ ઘારી વિદેશોમાં પણ વખણાય છે, જેને લઈને મીઠાઈ વિક્રેતાઓ એર કાર્ગો દ્વારા પણ અગાઉથી આપવામાં આવેલા ઓર્ડર પુરા પાડી રહ્યા છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘારીની અલગ અલગ વેરાયટીઝ જોવા મળી રહી છે. જેમાં માવા ઘારીના - 620 રૂપિયા, બદામ પિસ્તા ઘારી- 660, સ્પેશિયલ કેસર પિસ્તા ઘારી- 720, ક્રીમ એન્ડ કુકિસ - 680, સ્વીસ ચોકલેટ નટ્સ - 680, કાજુ મેંગો મેજીક ઘારી -680, ઓરેન્જ બુખારી નટ્સ- 680, અંજીર અખરોટ ઘારી - 680, સ્ટ્રોબેરી નટ્સ ઘારી- 680, કલકતી પાન - મસાલા ઘારી- 680, સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી ઘારી - 800, દરાયફ્રુટ ઘારી - 1100 રૂપિયા સ્પેશિયલ કેસર બદામ પિસ્તા સુગર ફ્રિ ઘારી- 840 રૂપિયાની કિંમતે વેચાણ થઈ રહી છે.

ઘારી આરોગવા ઉત્સાહપૂર્વક ખરીદી

આ વખતે ચંદની પડવા નિમિતે બહારથી પણ મોટા પ્રમાણમાં ગ્રાહકો દ્વારા ધારીના ઓર્ડરો મીઠાઈ વિક્રેતાઓને મળી રહ્યા છે. જ્યાં ચંદની પડવાના પર્વે સુરતીલાલાઓ હજારો કિલો ભુસુ અને ઘારી આરોગવા ઉત્સાહપૂર્વકની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષે સુરતીલાલાઓ કરોડો રૂપિયાની ઘારી અને ભુસુ ઝાપટી જતા હોય છે, ત્યારે ચંદની પડવાના દિવસે ઘારી અને ભૂંસાની મેજબાની માણવા પાછળ પણ વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે.

ઘારીનો ઇતિહાસ....

કહેવાય છે 1857 ના વિપલવ સમયે તાત્યાં ટોપે અને તેની સેના સુરતના નવસારી બજાર ખાતે આવેલા એક મઠમાં રોકાયા હતા, જ્યાં પૂજારી દ્વારા તમામને ઘારી પીરસવામાં આવી હતી અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે દાયકાઓથી ઘારી- ભૂંસાની લિજ્જત માણવાની પરંપરા ચાલી આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.