ETV Bharat / city

સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી - ગુજરાતના તાજા સમાચાર

સુરતમાં ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પીટલમાં એક મોકડ્રીલનું અયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં તબીબો અને હોસ્પિટલના સ્ટાફને કઈ કઈ સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી.

સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી

author img

By

Published : May 6, 2021, 7:13 PM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
  • કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી
  • સ્ટાફને માહિતી આપવામાં આવી

સુરતઃ ભૂતકાળમાં શહેરની હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી અને તાજેતરમાં આયુષ હોસ્પિટલમાં પણ આગની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓને લઈને ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં ફાયર વિભાગ દ્વારા હાલમાં દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. જો ફાયર સેફટી કે અન્ય કોઈ બાબતને લઈને ક્ષતી સામે આવે તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. એટલું જ નહી ફાયર વિભાગ દ્વારા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલી કીડની હોસ્પિટલ કે જ્યાં હાલ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

તબીબો અને સ્ટાફને માહિતી અપાઈ

આ મોકડ્રીલમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના કે કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર વિભાગ કેવી રીતે કામગીરી કરે છે. તેમજ દર્દીઓ અને હોસ્પીટલના સ્ટાફે કેવી અને શું તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી. પલભર માટે હોસ્પિટલમાં આગ લાગવાની વાત વહેતી થઇ હતી. આખરે ફાયર વિભાગની આ એક મોકડ્રીલ હોવાનું બહાર આવતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રીલ વખતે સુરતના ચીફ ફાયર ઓફિસર પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ વાપીમાં 75 હેલ્થ વર્કરો માટે ડ્રાય રન ફોર કોવિડ 19 વેક્સિનેશનની મોકડ્રીલ યોજાઈ

વિવિધ હોસ્પિટલમાં તપાસ પણ કરવામાં આવી રહી છે: ચીફ ફાયર ઓફિસર

ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અનેક હોસ્પિટલમાં આગ લગાવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં ઘણો લોડ રહે છે. અહી ICUમાં વેન્ટિલેટર અને AC સતત ચાલતું રહે છે ત્યારે સુરતમાં વિવિધ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. ક્ષતી જણાઈ તો નોટિસ આપવામાં આવી રહી છે અને તે સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મોકડ્રીલ કરી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.