ETV Bharat / city

પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળતા આર્થિક ભારણ ઓછું થશે : દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. - Take Away

કોરોનાના કારણે નુક્સાન ભોગવી રહેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ( Hotel and Restaurant Industry ) ને રાજ્ય સરકારે મિલકત વેરા ( Property Tax ) માંથી એક વર્ષ માટે મુક્તિ આપી છે. જેના પગલે સુરતની હોટલ ઇન્ડસ્ટ્રીને અંદાજે 45 કરોડનો ફાયદો થવાની શક્યતા છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 એમ કુલ 1 વર્ષ માટે મિલકત વેરો ( Property Tax ) ભરવામાંથી મુક્તિ અપાતા હોટલ ઇન્ડસ્ટ્રીનું ભારણ ઓછુું થશે, તેવી આશા સેવાઈ રહી છે.

પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળતા આર્થિક ભારણ ઓછું થશે : દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.

author img

By

Published : Jun 8, 2021, 12:58 PM IST

  • કોરોનાને કારણે Hotel and Restaurant Industry ને પડ્યો હતો મોટો ફટકો
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જ એક વર્ષના Property Tax માં આપી રાહત
  • South Gujarat Hotel and Restaurant Association દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો

સુરત : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટરપાર્કને રાહત આપતી જાહેરાત કરી છે. આ તમામને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સ ( Property Tax ) માંથી રાહત આપવામાં આવી છે. આ નિર્ણયને આવકારતા દક્ષિણ ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન ( South Gujarat Hotel and Restaurant Association ) દ્વારા જણાવાયું હતું કે, સરકારના આ નિર્ણયથી હોટલ ઇન્ડસ્ટ્રીનું આર્થિક ભારણ ઓછું થશે.

પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળતા આર્થિક ભારણ ઓછું થશે : દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.

સુરતમાં 70 ટકાથી વધુ રેસ્ટોરન્ટ બંધ

રાજ્ય સરકારના આ નિર્ણયને સાઉથ ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટી અને ઉપપ્રમુખની સનત રેલીયાએ આવકાર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કોરોનાના લીધે છેલ્લા સવા વર્ષમાં Hotel Industry ને જબરદસ્ત ફટકો પડ્યો છે. સરકારના આ નિર્ણયથી થોડી રાહત મળશે. નોંધનીય છે કે, લોકડાઉન લાગુ પડે ત્યારે સૌથી પહેલા હોટલ ઇન્ડસ્ટ્રી બંધ કરાવી દેવામાં આવી હતી. આંશિક લોકડાઉનમાં પણ સૌથી છેલ્લે હોટલ ઈન્ડસ્ટ્રીઝને છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પણ લોકડાઉન પૂરું થયા બાદ હજુ સુધી હોટલ રેસ્ટોરન્ટ મંજૂરી અપાઇ નથી. રાતના 10 વાગ્યા સુધી હોમ ડીલીવરી અને ટેક-અવે ( Take Away ) ની છૂટ અપાઇ છે. જેનો ખાસ ફાયદો થતો નથી. સવા વર્ષમાં સીધી અને આડકતરી રીતે આ ઇન્ડસ્ટ્રીને 22 કરોડથી વધુનું નુકસાન થયું છે. ત્યારે હજારો લોકો બેરોજગાર બન્યા છે. સવા વર્ષમાં સુરતમાં 70 ટકાથી વધુ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.