ETV Bharat / city

પ્રાઇવેટ ટ્યુશન કલાસિસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું - NOC of the Fire Department

સુરતના પાંડેસરા વિસ્તારના તમામ ટ્યુશન કલાસિસ દ્રારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષથી ટ્યુશન કલાસિસ બંધ હતા અને હાલ થોડો જ સમય થયો છે ટ્યુશન કલાસિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે ફરીથી ટ્યુશન ક્લાસિસ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ક્લાસિસ ફરી શરુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ટ્યુશન કલાસિસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું

author img

By

Published : Mar 21, 2021, 1:57 PM IST

સુરત : પાંડેસરા વિસ્તારના ટ્યુશન કલાસિસ એસોશિએશન દ્વારા આજે સુરત પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું કે, છેલ્લા એક વર્ષથી આખા ભારતમાં કોરોના ચાલી રહ્યો છે. તમામ સ્કુલ, કોલેજો અને ક્લાસિસ બંધ રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ સરકાર દ્વારા જ ધીરે-ધીરે ટ્યુશન ક્લાસિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ બંધ કરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા કહેવામાં આવેલી સુરક્ષાની દરેક વસ્તુ વસાવી લીધી

સુરત પાંડેસરાના ટ્યુશન કલાસિસના મંડળના પવન રાય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 1 વર્ષથી ટ્યૂશન કલાસિસ બંધ છે અને થોડા દિવસો પહેલા જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જે ફરીથી બંધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા અમારા ટ્યુશનમાં જે સુવિધાઓ જોઈતી હતી તે બધી જ વસાવી લેવામાં આવી છે. ફાયર વિભાગની NOC, ફાયર સેફટીના સાધનો, ગુમસુદાનું લાઇસન્સ તો પેહલાથી જ છે. અમે બધા ભાડાના મકાનમાં ટ્યુશન કલાસિસ ચલાવીએ છીએ.

આ પણ વાંચો : VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી કોલેજોના સંચાલકો નારાજ

આત્માહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી

સરકાર અમને એમ લખીને આપી દે કે, જ્યાં સુધી આ ટ્યુશન કલાસિસ વગેરે બંધ છે ત્યાં સુધી અમે લોકો ઘરનું લાઈટબિલ, વેરાબિલ, પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવશે નહિ. તો અમે કલાસિસ બંધ કરીશું નઈ તો અમે ચાલુ રાખીશું. હવે આમારી પાસેે આત્માહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

ટ્યુશન કલાસિસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું

આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટે ખાનગી શાળાઓની ફી માફ કરવા અંગેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

દેશના ભવિષ્ય બનવાવાળા શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમાં

સુરત પાંડેસરાના ટ્યુશન કલાસિસના મંડળના દિલીપ મિશ્રા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આજ દિન સુધી સરકાર દ્વારા જે પણ આદેશ કરવામાં આવ્યો તે બધા જ આદેશનો અમલ અમે લોકો એ કર્યો છે. કોઈ કસર નથી છોડી અને હવે છેલ્લા એક વર્ષથી ટ્યુશન કલાસિસ બંધ છે. હાલ જ ફેબ્રુઆરી મહિનામાં ખોલવામાં આવ્યા છે અને ફરીથી બંધ કરવામાં આવશે. દેશનું ભવિષ્ય બનવાવાળા શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમાં જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.