ETV Bharat / city

સુરતની 35 વર્ષીય મહિલાએ 158 દિવસ બાદ કોરોનાને હરાવ્યો - Latest news of Surat

સુરતની 35 વર્ષની એક મહિલાએ સતત 5 મહિના સુધી કોરોના સાથે જંગ લડ્યા બાદ આખરે 158 દિવસ બાદ કોરોનાને માત આપી ઘરે પહોંચી હતી. આ મહિલાના ફેફ્સામાં 90 થી 95 ટકા સુધી કોરોના વાઇરસ ફેલાઈ ગયો હતો. તેમને ICU માં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. 5 મહિના બાદ ઘરે પરત ફરતા તેમના પરિવારમાં ખુશી જોવા મળી છે.

Corona News
Corona News
author img

By

Published : Sep 4, 2021, 4:13 PM IST

  • સુરતની 35 વર્ષીય મહિલાએ કોરોનાને હરાવ્યો
  • કોરોના સાથે જંગ લડી આખરે 158 દિવસ બાદ કોરોનાને માત આપી
  • સતત 2 મહિના સુધી ખાનગી હોસ્પિટલમાં લડતા રહ્યા
  • હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેમને ICU માં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા

સુરત: શહેરની એક મહિલા 5 મહિના સુધી કોરોના સામે લડી અને અંતે 158 દિવસ બાદ કોરોનાને માત આપી હતી. આ મહિલા કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. 25 માર્ચના રોજ 35 વર્ષની આ મહિલાને જે સમય દરમ્યાન કોરોનાથી સંક્રમિત થયા હતા તે સમયે આ મહિલાના ફેફ્સામાં 90 થી 95 ટકા સુધી કોરોના વાઇરસ ફેલાઈ ગયો હતો. જે બાદ આ મહિલાને તાવ તથા શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલ દ્વારા આ મહિલાનો રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેમને ICUમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જે બાદ તેમનું ઓક્સિજન લેવલ 50 ટકા સુધી પહોંચી ગયું હતું. મહિલાને સતત બે મહિના સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ તેમની હાલતમાં કોઈ જ પ્રકારની સુધાર ન થવાને કારણે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

મહિલાના ફેફ્સામાં ફેલાઈ ચૂક્યું હતું 90 થી 95 ટકા સુધી સંક્રમણ

સુરતની વરાછા વિસ્તારની 35 વર્ષીય મહિલાને 25 માર્ચના રોજ તાવ તથા શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત અત્યંત ગંભીર બનવાને કારણે તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. સતત બે મહિના સુધી વેન્ટીલેટર પર રખાયા બાદ તેની હાલતમાં સુધારો થતા તેમને 27 મેના રોજ સુરત સિવિલની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ આ મહિલાનો કોરોના RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ તેમનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તે સમય દરમિયાન પણ તેમનું ઓક્સિજન લેવલ 50 ટકા સુધી જ હતું. અહીંયા સિવિલની કોવિડ હોસ્પિટલમાં પણ તેમને વેન્ટિલેટર ઉપર જ રાખવામાં આવ્યા હતા.

મહિલાના ઘરે અંતે ખુશીની લહેર જોવા મળી હતી

ડોક્ટર દ્વારા આ મહિલાનું સિટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોને ખબર પડી કે આ મહિલાના ફેફસામાં 90 થી 95 ટકા સંક્રમણ ફેલાઈ ગયું હતું. જે બાદ પણ આ મહિલાને સતત એક મહિના સુધી વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા, ત્યાર બાદ આ મહિલાની તબિયતમાં ધીરે-ધીરે સુધાર થતા તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને બે મહિના સુધી નિરીક્ષણ કર્યા બાદ અંતે 30 ઓગસ્ટના રોજ રજા આપી દેવામાં આવી હતી. આ મહિલાના ઘરે અંતે ખુશીની લહેર જોવા મળી હતી. મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પાંચ મહિનાઓમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મને તો ખબર નહી પડી કે ત્રણ મહિના સુધી કઈ હાલતમાં હતી. ડોક્ટરોએ મારી જાન બચાવી છે તેના બદલ હું તેમનો આભાર માનું છું.

મહિલાને કોઈ બીજી બીમારી હતી જ નહિ

સુરત સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર અશ્વિન વસાવા તથા ત્યાંના સિનિયર ડોક્ટર દ્રષ્ટિ સુરતીની આખી ટીમ દ્વારા સતત આ મહિલાનો ઈલાજ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ બીમારી વગર પણ કોરોના વાઇરસ લાંબા સમય સુધી શરીરમાં રહી શકે છે. આ મહિલાને કોઈ બીજી બીમારી હતી જ નહિ તેમ છતાં શરીરના ફેફ્સામાં કેટલા ટકા સુધી સંક્રમણ વધ્યું છે. અમારી ટીમની સતત નજર હેઠળ સમય ઉપર ઇલાજ કરવાને કારણે અંતે આ મહિલા 158 દિવસ બાદ સારી થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.