- શિક્ષકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામગીરી કરવા બદલ 50 હજારનું મહેનતાણું મળ્યું હતુ
- માંગરોળ પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરીને સૌ કોઈએ વધાવી
- શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેરમાં વાપરમાં પ્રધાનને આપ્યું
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળ પ્રાથમિક શાળાના શિક્ષકોને મળેલું મહેનતાણું કોરાના દર્દીઓની સારવારમાં વપરાય તે હેતુથી પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર જઈ જમા કરાવ્યું અને કોવિડ કેરમાં વાપરવા જણાવ્યું હતુ. શિક્ષકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામગીરી કરવા બદલ 50 હજારનું મહેનતાણું મળ્યું હતું. માંગરોળ પ્રાથમિક શાળાના શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેરમાં વાપરવા પ્રધાનને આપ્યું.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં સોમવારે 1983 લોકોએ કોરાના રસી લીધી
પ્રધાનની ઓફિસ પર 50 હજાર જેટલી રકમ લઈને પહોંચ્યા હતા
થોડા મહિના પહેલા જ ગયેલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોહનસિંહ ખેરની આગેવાનીમાં માંગરોળ પ્રાથમિક શાળાના શિક્ષકોએ માસ્ટર ટ્રેનર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સિલિંગમાં જે કાર્ય કર્યું હતું તેનું તેઓને મહેનતાણું મળ્યું હતુ, ત્યારે આ શિક્ષકોએ મહેનતાણું કોરાનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પાછળ ખર્ચ થાય તેવું નક્કી કરી તમામ ભથ્થું કોવિડ કેરમાં આપવા માટે સરકારના પ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના કાર્યાલય પર પહોંચ્યા હતા અને પ્રધાનને 50 હજારની રોકડ જમા કરાવી કોવિડ કેરમાં વાપરવાનું જણાવ્યું હતુ. ત્યારે માંગરોળ પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરીને સૌ કોઈએ વધાવી હતી.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં રવિવારે 1497 લોકોએ કોરાના રસીનો ડોઝ લીધો