ETV Bharat / city

આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત - સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી

68 વર્ષીય નટુભાઈ વસાવાની ચા સાથોસાથ તેમની લારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે આ નાની લારીમાં લાઈટ ચલાવવા માટે તેઓએ સોલાર પેનલ (Surat solar panel tea center) લગાવી છે. જેના કારણે દર મહિને 1000થી 1500 રૂપિયાની બચત થાય છે.

આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત

author img

By

Published : Jun 5, 2022, 4:57 PM IST

સુરત : હાલ શહેરમાં એક ચા વાળા કાકાની ચર્ચાએ જોર પકડયું છે. 68 વર્ષીય નટુભાઈ વસાવાની ચા સાથોસાથ તેમની લારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર (Surat tea center of attraction) બની છે, કારણ કે આ નાની લારી (Surat solar panel tea center)માં લાઈટ ચલાવવા માટે તેઓએ સોલાર પેનલ લગાવી છે. જેના કારણે દર મહિને 1000થી 1500 રૂપિયાની બચત થાય છે.

આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત

ચા વાળા કાકા: સુરતના ઉધના વિસ્તારમાં જય રામ જી ટી સેન્ટર ચલાવનાર નટુ વસાવાને લોકો ચા વાળા કાકા તરીકે બોલાવે છે. છેલ્લા 35 વર્ષથી તેઓ અહીં ચાની લારી ચલાવી રહ્યા છે. મહિના પહેલા અચાનક તેમના એક નિર્ણયના કારણે દર મહિને તેઓ 1000 રૂપિયાથી લઇને અઢી હજાર રૂપિયાની બચત કરી રહ્યા છે.

આ પણ વાંચો: લો બોલો, એરક્રાફ્ટના ટોયલેટમાંથી મળી આવી સોનાની લગડીઓ, કરોડોમાં અંકાઈ કિંમત

પરિવારનું ગુજરાન: આમ તો તેમની લારી ખૂબ જ નાની છે. જેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેમના વિચાર શિક્ષત લોકોને પણ વિચારવા પર મજબૂર કરી દે એવા છે. 8 મહિના પહેલા પોતાની લારી પર એક નાની સોલાર પેનલ (tea center running by solar panel) લગાવી છે. જેના કારણે લારીની લાઇટ અને નાનો પંખો ચાલે છે.

આ પણ વાંચો: ક્યારેય જોઈ છે 11 માળની ક્રુઝ: હવે આ પણ હશે પ્રવાસી ભારતીયોની ચેકલીસ્ટમાં

અમદાવાદથી ખરીદી સોલાર પેનલ: નટુ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના ગામડે ગયા હતા ત્યારે વિચાર આવ્યો કે, ત્યાં જે રીતે સોલાર પેનલ લોકો માટે ઉપયોગી બની રહી છે, એવી જ રીતે તેઓ પોતાની લારી પર સોલાર પેનેલ લગાવી શકે છે. આ માટે તેઓએ અમદાવાદથી અઢી હજાર રૂપિયાની સોલાર પેનલ (Ahmedabad solar panel) ખરીદી હતી. જેથી દર મહિને તેમના પૈસાની બચત થાય છે. વળી તેઓ જ્યારે રાત્રિએ લારી ન ચલાવી હોય તો તેઓ બેટરીમાં સોલાર એનર્જી સેવ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.