સુરત શહેરના સુમુલ ડેરીના દૂધના ભાવમાં (Surat Sumul Dairy Milk Price Hike) લીટરે બે રૂપિયા વધારવામાં આવ્યા છે. હવે જેના કારણે સુરત અને તાપી જિલ્લાના લોકોને અમુલ ગોલ્ડના લીટરે 64 રૂપિયા અને શક્તિના 58 રૂપિયા ભાવ પ્રતિ લીટર ચૂકવવા પડશે.
આ પણ વાંચો જન્માષ્ટમી પૂર્વે અમૂલે પશુપાલકોને આપ્યાં સારા સમાચાર દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
બે રૂપિયા વધુ ચૂકવવા પડશે શહેરના સુમુલ ડેરીના (Surat Sumul Dairy) છેલ્લા 13 દિવસમાં બીજી વખત અને ચાલુ વર્ષમાં પાંચમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. સુરત તાપીના અઢી લાખ પશુપાલકોને (Herdsmen of Surat Tapi) ગાય અને ભેંસના દૂધમાં કિલો ફેટ પ્રમાણે ભાવ વધારો કર્યો છે. સુમુલ ડેરીએ અમુલ ગોલ્ડ અને અમુલ શક્તિ દૂધના ભાવમાં (Amul Shakti Milk Prices) પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે. ખાદ્ય તેલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવ (Gas Cylinder Price Hike 2022) એક બાજુ વધી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે દૂધના ભાવમાં પણ વધારો થતા લોકોની મુશ્કેલીઓનો વધારો થઈ રહ્યો છે. આજથી તાપી અને સુરત જિલ્લાના લાખો લોકોએ દૂધના ભાવના લીધે બે રૂપિયા વધુ ચૂકવવા પડશે.
આ પણ વાંચો Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવ પહોંચ્યા આસમાને
પશુ દાણના પહેલા કરતા વધારે રૂપિયા ભેંસના કિલો ફેટ પ્રમાણે 750ને બદલે 760 રૂપિયા ચૂકવાશે. આ અંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે, પશુપાલકોને ગાય અને ભેંસના દૂધમાં કિલો ફેટ પ્રમાણે ભાવ વધારો કર્યો છે. હવેથી પશુપાલકોને ગાયના કિલો ફેટ પ્રમાણે રૂપિયા 735ને બદલે રૂપિયા 740 અને ભેંસના કિલો ફેટ પ્રમાણે રૂપિયા 750ને બદલે 760 રૂપિયા ચૂકવાશે. આ ઉપરાંત સુમુલે પશુઓના દાણમાં ભાવમાં વધારો કર્યો છે. તેથી પશુપાલકોએ હવે પશુ દાણના પહેલા કરતા વધારે રૂપિયા ચૂકવવા પડશે. જેથી સુમુલના દૂધમાં પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે.