- સુરત સૂડા ભવન દ્વારા 2021-22નું બજેટ જાહેર
- વિકાસલક્ષી કામોને લઈને આ બજેટ બહાર પાડવામાં આવ્યું
- સુરત રીંગ રોડ માટે 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું
સુરત: સૂડા ભવન દ્વારા 599 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 121 કરોડની, તાપી શુદ્ધિકરણ માટે 150 કરોડ, સુરતના રીંગ રોડ માટે 100 કરોડ, રોડ રસ્તાઓ માટે 56 કરોડ તેમજ પીવાના પાણી માટે 17.82 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 121 કરોડનું બજેટ
સુરત સૂડા 0ભવન દ્વારા 2021-22નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. વિકાસલક્ષી કામોને લઈને આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં સૂડા ભવન ઇન્ચાર્જ CEO હિતેશ કોયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ વર્ષે 2021-22નું સૂડા ભવનનું 599 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 121 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.જે સુરતના ગરીબ આર્થિક લોકોને આ યોજના હેઠળ મકાનનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા આ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં લાભ મળશે. તાપી શુદ્ધિકરણ અને સુરત રીંગ રોડ માટે પણ બજેટ નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બજેટ જાહેર થતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આશાનું કિરણ
તાપી શુદ્ધિકરણને લઈને 150 કરોડ રૂપિયાનું બજેટ
સૂડા ભવન બજેટમાં તાપી શુદ્ધિકરણને લઈને 150 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ સુરત રીંગ રોડ માટે 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં 100 કરોડમાં 66 કિલોમીટર અને 90 મીટર પહોળાઈ સાથે નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા પણ કરોડો રૂપિયાનું વિકાસલક્ષી કાર્યો માટે તાપી શુદ્ધિકરણ અને સુરત રીંગ રોડ માટે બજેટ નક્કી કરવામાં આવ્યું હતું.
રોડ-રસ્તાઓ માટે 56 કરોડનું બજેટ
સુરત રોડ-રસ્તાઓ માટે 56 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુડા વિસ્તારમાં આવેલી જે તે જગ્યાએ રોડ-રસ્તાઓ બનાવવાના બાકી હોય ત્યાં અને જે રોડ રસ્તાઓનું રિનોવેશન કરવામાં આવશે તેની માટે પણ આ જ બજેટ છે. સૂડા ગ્રામ્ય વિસ્તારો માટે પીવાના પાણી માટે 17.82 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તે સિવાય જલ જીવન અંતર્ગત પાણી પુરવઠા માટે મોટા પ્રોજેક્ટો સફળ બનાવા માટે 100 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ચૂંટણી જાહેર થતા રાજકોટ મનપાના બજેટની કામગીરી પર અસર