- સુરત પોલીસે અફીણ વેચનારાની ધરપકડ કરી
- પોલીસે 47,805ના 15,935 ગ્રામ પોષ ડોડાઓ જપ્ત કર્યા
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરત: શહેર પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે યુવાધનને બરબાદ કરવા માટે નશાનો કારોબાર ચલાવનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આ આરોપીઓ પાસેથી પોષ ડોડાઓ અને કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી મળી આવ્યું છે.
બાતમીના આધારે પોલીસે રેડ પાડી
વરાછા પોલોસને બાતમી મળી હતી કે, માદક પદાર્થનો વેપલો કરનારા વરાછા વિસ્તારમાં અફીણનું વેચાણ કરે છે. જેથી પોલીસે બાતમીના આધારે ઘનશ્યામનગરની શેરી નંબર 11ના ખાતા નંબર 270ના ચોથા માળે રેડ પાડી હતી. જ્યાં 2 આરોપી અફીણ વેચતા ઝડપાયા હતા.
એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઝડપાયેલા આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી, ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે, તેમને ડીંડોલીમાં રહે છે. જેથી પોલીસે ડીંડોલીના મહાદેવ નગર-2માં આવેલા સાવરિયા ગ્લાસ નામની દુકાનમા દરોડા કરતા દુકાનમાંથી રુપિયા 47,805ના 15,935 ગ્રામ પોષ ડોડાઓ અને રુપિયા 22,500નું 225 ગ્રામ કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી મળી આવ્યું હતું. જેથી પોલીસે પોલીસે બન્ને વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.