સુરતઃ શહેરમાં પ્રયાસ સંસ્થા તરછોડી દેવાયેલા પ્રાણીઓની મદદ માટે આગળ (Surat NGO works for Abandoned Animals) આવ્યું છે. આ સંસ્થાએ 103 પ્રાણીઓનું એડોપ્શન કર્યું હતું. આમાં 15 જેટલા સ્ટ્રિટ ડોગ પણ છે. તો અત્યારે અંદાજે 15 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોની લાઈન (The number of Animals adopted in Surat has increased) લાગી છે. પ્રયાસ સંસ્થાએ આ અનોખી પહેલ કરી છે. ગુજરાતમાં પ્રથમ વાર પર છોડી દેવાયેલા પ્રાણીઓ માટે દત્તક આપવાની પ્રક્રિયા સંસ્થા (Surat NGO works for Abandoned Animals) દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતની સંસ્થા પ્રાણીઓને પાળી તેમનું ધ્યાન રાખે છે
61 લાખ થી પણ વધુ વસ્તી ધરાવતા સુરત શહેરમાં અંદાજિત 2 લાખ કરતાં પણ વધુ પાલતુ પ્રાણીઓ છે. અહીં શ્વાન, બિલાડી અને ઘોડા જેવા પ્રાણીઓને પાળવામાં આવે છે. કોરોના કાળમાં જ્યારે એક તરફ લોકો પાલતું પ્રાણીઓને રસ્તે રઝડતા છોડી દે છે. તેવામાં કેટલાક પ્રાણીઓને પ્રાણીપ્રેમી સંસ્થાને સોંપવામાં આવ્યા હતા.
સેવાભાવી સંસ્થાએ એડોપ્શન સેન્ટર શરૂ કર્યું
સારી વાત એ છે કે, પક્ષી, પ્રાણીઓ માટે કામ કરતી શહેરની એક સેવાભાવી પ્રયાસ સંસ્થાએ એડોપ્શન સેન્ટર (Adoption Center for Animals in Surat) શરૂ કરી એક નવી પહેલ કરી છે. સમગ્ર ગુજરાતમાં આ પહેલ પ્રથમ છે. મહત્વની વાત એ છે કે, કોરોના કાળમાં પ્રયાસ સંસ્થામાંથી 103 જેટલા પાલતુ પ્રાણીઓના એડોપ્શન (Surat NGO works for Abandoned Animals) થયા છે, જેમાં મોટે ભાગે શ્વાન છે અને બિલાડી પણ છે. જે રીતે એક બાળકને એડોપ્ટ કરવાની પ્રોસિજર હોય છે તેવી પ્રોસિજર પાલતુ પ્રાણીઓ માટે પણ અહીં કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રાણીઓનું તેમ જ પરિવારોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.
સ્ટ્રિટ ડોગને પણ એડોપ્ટ કરવાનો રેશિયો 15થી 20 ટકા
પ્રયાસ સંસ્થાના સંસ્થાપક દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, અહીં અમે એવા પ્રાણીઓને સાચવીએ છીએ, જેમને ક્યાં તો તરછોડી દેવાયા હોય અથવા જેમને કોઈક કારણોસર રાખી ન શકવાને કારણે અમને સોંપાયા (Surat NGO works for Abandoned Animals) હોય. અહીં તેમના આરોગ્ય, જમવાની અને રહેવાની સુવિધા નિઃશુલ્ક (Surat NGO works for Abandoned Animals) કરવામાં આવે છે. એડોપ્શન માટે પરિવાર તેમ જ તે શ્વાન કે બિલાડીનું બોન્ડિંગ, બંનેના બિહેવિયર, આર્થિક પરિસ્થિતિ, પ્રેમ વગેરે દરેક બાબતોનું ધ્યાન રાખ્યા બાદ જ તે પ્રાણી પરિવારને (The number of Animals adopted in Surat has increased) સોંપાય છે.
પ્રાણીઓને દત્તક લેવા પરિવારોની લાઈન
સંસ્થાના સંસ્થાપકે વધુમાં ઉમેર્યું હતું કે, અહીંથી માત્ર સુરતમાં જ નહીં મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, વલસાડમાં પણ એડોપ્શન થયા છે. અત્યારે અહીં 12થી 15 એનિમલ છે કે, જે એડોપ્શન માટે તૈયાર (The number of Animals adopted in Surat has increased) છે અને તેમને માટે 500 પરિવાર વેઈટિંગ લિસ્ટમાં છે. દર ત્રીજા દિવસે અંદાજિત 1 એનિમલ કોરોના કાળમાં એડોપટ થયા છે, જેમાં સ્ટ્રિટ ડોગને પણ એડોપટ કરવાનો રેશિયો 15થી 20 ટકા છે. આથી કહી શકાય કે, લોકોમાં પહેલા કરતા જાગૃતિ આવી છે.
આ પણ વાંચો- Camel Breeders Kutch: કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો
કાનથી બહેરાશ ધરાવતી ડેલમિશિયન બ્રીડની માદા શ્વાન ચેન્નઈમાં થેરાપી ડોગ તરીકે કામ ફરજ બજાવે છે
સંસ્થાના અન્ય સભ્ય મેહુલ ઠાકુરે કહ્યું હતું કે, 1 જૂન, 2015 ડાલમિશિયન માદા સિટિલાઈટ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરી હતી. તે પ્રેગનન્ટ હતી અને બાળકોને જન્મ આપવા સુરક્ષિત જગ્યા શોધતી હતી. તેનું રેસ્ક્યૂ કરીને જ્યારે તેને લાવ્યા ત્યારે માત્ર 2 જ કલાકમાં તેણે 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. અમે એડોપ્શન માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તે જ સમયે 7થી 8 પરિવારે એપ્રોચ કર્યો હતો. તેની સારવાર દરમિયાન ખબર પડી કે, બહેરાશ હતી. જોકે, તેને ચેન્નઈમાં એડોપ્ટ કરવામાં આવી છે. એટલે કે તે અન્ય બીમાર પ્રાણીઓને સાઈકોલોજિકલ રીતે સારા થવામાં મદદ કરે છે.
આ પણ વાંચો- અમેરિકાના દંપતીએ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા આરવને દત્તક લીધો
સ્ટ્રિટ ડોગને પણ આપણી જરૂર
તો સંચિતા અગ્રવાલે કહ્યું હતું કે, મને પ્રાણીઓ વધુ પસંદ છે. સ્ટ્રિટ ડોગને ફીડ કરાવતી હતી. આથી મેં સ્ટ્રિટ ડોગ જ એડોપ્ટ (The number of Animals adopted in Surat has increased) કર્યું છે. એડોપ્શન કર્યા બાદ મને થયું એ લોકો માટે મારે કામ કરવું છેય આથી મેં અહીં કામ શરૂ કર્યું છે. સ્પેશિયલ બ્રીડના ડોગ ક્યૂટ દેખાતા હોવાથી લોકો તેને એડોપ્ટ કરે જ છે, પરંતુ મારે કહેવું છે કે, સ્ટ્રિટ ડોગને પણ આપણી જરૂર છે. આ બાબતે લોકોએ વિચારવું જોઈએ. તેઓ પણ એટલા જ પ્રેમાળ હોય છે.