- કોરોના કેસમાં ધીરે ધીરે ઘટાડો
- મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાનની કરી શરૂઆત
- કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કરી શરૂઆત
સુરત: જિલ્લામાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની હતી ,હાલમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. હાલમાં શહેરોમાં પણ કોરોના મુક્ત વૉર્ડ કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મંત્રી ગણપત વસાવા પર્વત પાટિયા કોમ્યુનિટી હોલ ખાતે આસોઇલેટ મુલાકાત લીધી હતી અને સુરતને જલ્દી કોરોના મુક્ત કરવાની વાત કરી હતી.
મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન
મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે મારું ગામ કોરોના મુક્ત અભિયાન પછી રવિવારથી તમામ મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની અંદર મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન પણ રાજ્ય સરકાર શરૂ કરવા જઇ રહી છે અને સુરત મહાનગર પાલિકામાં રવિવારથી આમે શરૂવાત કરી છે ગુજરાતમાં કોરોનાના કેસો દિવસે દિવસે ઘટી રહિયા છે આવનારા દિવસોમાં સંક્રમણને ફેલતા અટકાવીશું તો આપણું સુરત ખૂબ ઝડપથી કોરોના મુક્ત બનશે.
આ પણ વાંચો : ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી
લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવો જરૂરી
જે કોઈ પણ વેક્તિને કોરોના લક્ષણ જોવા મળે એવા વેક્તિનું તાત્કાલિક ટેસ્ટ કરવામાં આવશે એવા વેક્તિના કારણે પરિવારમાં સંક્રમણ ન વધે એના માટે કોવિડ કેર સેન્ટર અથવા કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે જેથી પરિવારમાં સંક્રમણ ન વધે ગુજરાત કોરોનાથી ખૂબ ઝડપી મુક્તિ મેળવે એના માટે આ અભિયાન છે.
વિદેશથી ઓર્ડર આપીને મંગાવ્યા ઈન્જેક્શન
બીજી બાજુ શહેરમાં મ્યુકર માઇકોસીસ નામની ગંભીર બીમારીના સારવારમાં ઉપયોગી ઇન્જેક્શનની શહેરમાં અછત જોવા મળી રહી છે દર્દીના સગા પોતાના દર્દીને બચાવવા માટે ઈજેક્શન માટે વલખા મારી રહિયા છે ઈન્જેક્શનની અછતને લઈને મંત્રી ગણપત વસાવાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ ઈન્જેક્શન ગુજરાત સરકારે છેક વિદેશથી ઓર્ડર આપીને મંગાવ્યા છે અને અમદાવાદ વડોદરા અને સુરત સિવિલમાં શક્ય બને એટલા વધારવામાં વધારા ઈન્જેક્શન પહોંચાડવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.