સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી (Pre Monsoon activity in South Gujarat) શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રિ મોન્સુન કામગીરી (Pre monsoon operations in Surat) અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં આજથી (બુધવાર) શહેરમાં તમામ પ્રકારના નવા ખોદકામ પર પ્રતિબંધ (Ban on new excavations in Surat) મૂકવામાં આવ્યો છે. તો 10 જૂનથી ફ્લડ કન્ટ્રોલ રૂમ (Flood Control Room in Surat) પણ શરુ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો- AMC Review Meeting: અમદાવાદીઓની આરોગ્યની સુવિધાઓમાં આ રીતે થશે વધારો
31 મે સુધી કામ પૂર્ણ કરો - સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાની આગાહી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અને ચૂંટાયેલી પાંખ વચ્ચે આજે (બુધવારે) પ્રિમોન્સુન કામગીરીની (Pre monsoon Operations in Surat) સમીક્ષા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા 31 મે સુધી સુધીમાં તમામ કામો પૂર્ણ કરવા માટે સૂચના આપી દીધી છે. તેમ જ આજથી રસ્તા ખોદકામ પર બ્રેક મારી દેવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો- હવે ચોમાસામાં લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી, તંત્ર અપનાવશે નવો અભિગમ
ડ્રેનેજને લગતા પ્રશ્નો પર થઈ ચર્ચા - વરસાદ વહેલો આવશે તેવી શક્યતા વચ્ચે કામગીરી સેઈફ સ્ટેજ પર લાવી દઈ ખાડા પૂરી રસ્તા બનાવી દેવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે, તાપી નદીના અને ઉકાઈના કેચમેન્ટ એરિયા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદને લઈને રિવ્યુ મિટીંગ (Ban on new excavations in Surat) યોજાઈ છે. આ સિવાય શહેરમાં ડ્રેનેજને લગતા પ્રશ્નોને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી છે.
રોડ પર ખાડાઓ પડી જાય તે માટે પેચવર્કની કામગીરી - 10 જૂનથી ફ્લડ કન્ટ્રોલ રૂમ (Flood Control Room in Surat) પણ શરૂ કરી દેવામાં આવશે. અહીં ઝોન પ્રમાણે અલગ અલગ વોટ્સએપ ગૃપ બનાવી ફ્લડ સબંધિત માહિતી સમયાંતરે અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. અત્યારે કોટ વિસ્તાર સહિત ઠેરઠેર પાણી ડ્રેનેજ સહિતના કામો ચાલી રહ્યા છે. ત્યારે આ કામો 31 મે સુધીમાં તાત્કાલિક ધોરણે સેફ સ્ટેજ પર લઈ જવા સૂચના આપવામાં આવી છે. રોડ રસ્તાના પેચ વર્કના કામો મહત્તમ 5 જૂન સુધીમાં પૂર્ણ કરી લેવા જણાવાયું છે. વરસાદમાં રોડ પર ખાડાઓ પડી જાય તે માટે પેચવર્કની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે ઝોન વાઇઝ 1-1 પ્રેચર મશીન મૂકવામાં આવશે.