સુરત: છેલ્લા એક મહિનાથી પ્રોસેસિંગ હાઉસની(Surat Mill Owner) સ્થિતિ કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી કોલસાના અને કેમિકલના ભાવમાં(Charcoal And Chemical Hike Price) થઈ રહેલા વધારો તેમજ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પ્રોસેસિંગ મિલો પર જોવા મળી રહી છે. મિલ માલિકોની સ્થિતિ એટલી હદે વણસી(Inflation Affect Surat Processing Mills) ગઈ છે કે, સુરતમાં આઠથી દસ મિલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે.
મિલોમાં કામચલાઉ વેકેશન - ડિમાન્ડના હોવાના કારણે ડાઇગ પ્રોસેસિંગ એકમોની હાલત સૌથી વધુ કફોડી બની છે. 8થી 10 જેટલી મિલોમાં કામચલાઉ વેકેશન છે. તો કેટલાક ઉદ્યોગપતિઓ મશીનરી સાથે આખી મિલ વેચી દીધી છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ભયંકર મંદી હોવાથી તેની અસર ટેક્સટાઇલના દરેકે સેગમેન્ટ ઉપર આવી છે.
મોંઘવારીએ વેપારી અને મિલના માલિકોને કર્યા બેહાલ - મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ નથી અને તેને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામકાજો તદ્દન ઘટી ગયાં છે. મૂળમાં માલ વેચાતો નથી. બજારમાં પૈસા ફરતા નથી. નાણાં બ્લોક થયાં છે અને તેને કારણે વેપારની એક આખી સાઇકલ થંભી ગઈ છે. બીજી બાજુ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેમિકલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરના 350થી વધુ ડાઈગ પ્રોસેસિંગ એકમોની હાલત છેલ્લા એક દોઢ મહિનાથી ખરાબ ચાલી રહી છે. અઠવાડિયામાં બેથી ત્રણ રજાનો અમલ ચાલી રહ્યો છે. જોકે, તેમ છતાં પરિસ્થિતિ સુધરી નહીં હોવાથી આઠથી દસ મિલોએ તો કામચલાઉ વેકેશન શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: કોગ્રેસ-360, ભાજપ-1000 ને પાર, વિપક્ષનો સતા પર અનોખો વાર
8થી 10 કિલો બંધ થઈ ગઈ છે - દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના(South Gujarat Processing House Association) પ્રમુખ જીતુ વખારીયા એ જણાવ્યું હતું કે, કોલસા અને કેમિકલના ભાવમાં વધારો અને હાલ વિશ્વમાં જે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિથી વિપરીત અસર(Ukraine Russia War Effect) સર્જાઈ છે. તેની સીધી અસર આ ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે. મિલો પાસે અત્યારે કોઈ જ કામ નથી. સંખ્યાબંધ મિલોમાં અઠવાડિયામાં બેથી ત્રણ રજા ઉપરાંત એક પાળીનો અમલ શરૂ થયો છે. 8થી 10 કિલો બંધ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિ ઉદ્યોગમાં આવતી હોય છે.
આ પણ વાંચો:- ભણતર થયું મોંઘુ , આ વર્ષે ચોપડા ચોપડીઓના ભાવમાં થયો આટલો વધારો
શું છે કારણ મિલના માલિકોને મિલ વેચવા કરે છે મજબૂર - કેટલાક ઉદ્યોગકારો એવા છે કે, જેઓ એ લોન ઉપર પૈસા લીધા હતા. તે પરત કરી શકે તેવી પરિસ્થિતિ નથી જેના કારણે તેઓ મિલ વેચવા પર મજબૂર થયા. જોકે આવી પરિસ્થિતિમાં પણ ટકી રહેવું એ આવનાર દિવસોમાં ઉદ્યોગકારો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે.