ETV Bharat / city

જય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા - Janmashtami Festival 2022

કોરોના કાળના બે વર્ષના સમયગાળા બાદ હવે દરેક તહેવારોને અનોખી રીતે ઉજવણી કરીને યાદગાર બનાવવા માટે સૌ કોઈ આતુર છે. ત્યારે જન્માષ્ટમીને લઈને પુરુષ ગોવિંદા મંડળોની સાથે મહિલા ગોવિંદા મંડળો પણ તૈયારીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત સુરતમાં મટકી ફોડ કાર્યક્રમમાં સી.આર.પાટીલ દ્વારા ખાસ ઈનામ જાહેર કરવામાં આવેલું છે. Janmashtami 2022 Surat Janmashtami Festival 2022 Krishna Janmashtami Puja Items Krishna Janmotsav In Surat happy janmashtami

જય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા

author img

By

Published : Aug 19, 2022, 11:25 AM IST

સુરત જન્માષ્ટમીના પર્વને લઈને શહેરમાં શેરીઓ (Janmashtami Festival 2022) અને ગલીઓમાં નાની મોટી મટકીઓ ફોડવામાં આવે છે. જોકે સૌથી મોટો અને મુખ્ય કાર્યક્રમ ભાગળ ચાર રસ્તા પર કરવામાં આવે છે. જેમાં યુવકોના બનેલા ગોવિંદા મંડળોની સાથે યુવતીઓનું મંડળ પણ છેલ્લાં ઘણાં વર્ષથી કાર્યરત છે. હાલમાં 2 મહિલા ગોવિંદા મંડળ એટલે કે જય ભવાની મહિલા મંડળ અને જય મહારાષ્ટ્ર મહિલા મંડળની બહેનો ખભેખભા મિલાવીને મટકી ફોડવા લેઝીમના તાલે નીકળશે. આ ઉપરાંત મટકી ફોડ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ (Janmashtami 2022) દ્વારા ખાસ ઈનામ જાહેર કરવામાં આવેલું છે.

આ પણ વાંચો : Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ

મહિલા મંડળો પુરજોશમાં આ વર્ષે કુલ 141 ગોવિંદા મંડળ નોંધાયા છે. સામાન્ય રીતે યુવકોનાં મંડળમાં મટકી ફોડતી વખતે 6થી 7 પીરામીડ બનતાં હોય છે, જ્યારે મહિલાઓમાં 5 પીરામીડ બને છે. જોકે હાલ આ મહિલા મંડળો પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભાગળ ચાર રસ્તા ખાતે દર વર્ષે દહીંહાંડીનો (મટકીફોડ) કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મટકીફોડ કાર્યક્રમ ઉજવાયો ન હતો. આ વર્ષે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થનાર છે તેમજ આ વર્ષે ગોવિંદા મંડળોની સંખ્યામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ

સી.આર.પાટીલ દ્વારા ઇનામ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચારરસ્તા ખાતે પહેલીવાર 1.25 લાખ રૂપિયાની મટકી ફોડવાનું નિર્ધારિત કરાયું છે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવેલું છે. Janmashtami 2022 Surat Janmashtami Festival 2022 Krishna Janmashtami Gifts and Puja Items Krishna Janmotsav In Surat happy janmashtami CR Patil award in Matkiphod

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.