ETV Bharat / city

Surat International Airport : શારજાહથી 15 લાખનું સોનું અને 6 કરોડના હીરા લઈને આવ્યાં, કેવી રીતે પકડાયાં જૂઓ - હીરાની દાણચોરી

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર કસ્ટમ અને ડીઆરઆઈના ( DRI )અધિકારીઓએ બાતમીના આધારે બે પેસેન્જરની તપાસ હાથ ધરી હતી. બંને પ્રવાસીઓ (Tax evasion by air Travel ) પાસેથી માતબર ટેક્સ ચોરી પકડાઇ છે.

Surat International Airport : શારજાહથી 15 લાખનું સોનું અને 6 કરોડના હીરા લઈને આવ્યાં, કેવી રીતે પકડાયાં જૂઓ

author img

By

Published : Jul 29, 2022, 2:33 PM IST

સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓ ત્યારે ચોકી ઉઠ્યા જ્યારે બે પેસેન્જર પાસેથી તેમને 15 લાખનું સોનુ અને 6 કરોડના હીરા મળી આવ્યા હતા. કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓસોનાની દાણચોરી અને હીરાની દાણચોરી કરતાં બે પેસેન્જરને પકડી પાડ્યા હતા. જેમાંથી એક પેસેન્જર રૂપિયા પંદર લાખના સોનાના દાગીના પહેરીને આવ્યો હતો તો બીજો પેસેન્જર બેગમાં 6 કરોડના હીરા લઈને આવ્યો હતો. આમ હવાઈ યાત્રા દ્વારા ટેક્સની ચોરી પકડાઇ હતી.

બંને યાત્રીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે
બંને યાત્રીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે

મળી હતી બાતમી - બંને ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ બંને યાત્રીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓને માહિતી મળી હતી કે શારજાહ સુરત ફ્લાઈટમાં બે લોકો ગેરકાયદે સોનું અને હીરા લઈને આવી રહ્યા છે. જે આધારે ડી આર આઈ અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ બે પેસેન્જરની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ દાણચોરીનો નવો નુસ્ખો, સુરત એરપોર્ટ પર 500 ગ્રામ સોનું ઝડપાયું

બંનેના સામાનની તપાસ - બંને આરોપીઓના સામાનની પણ ચકાસણી શરૂ કરાઈ હતી. નિયમ મુજબ 300 ગ્રામથી પણ વધારે સોનું એક પેસેન્જરે પહેર્યું હતું જેની આજે બજાર કિંમત આશરે 15 લાખથી પણ વધુ છે. જ્યારે બીજી બાજુ બીજા પેસેન્જરની બેગ ચેક કરતા તેના બેગમાંથી હીરા મળી આવ્યા હતા જેની અંદાજે કિંમત 6 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ શારજાહથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની સુરત એરપોર્ટ પર ધરપકડ

થોડાક રૂપિયા માટે દાણચોરી -દાણચોરીની ઘટના સામે આવતા આજે કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. બંને પેસેન્જરની પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનું અને હીરા સહિતના કિંમતી સામાન લાવવા માટે એક ટ્રીપ દીઠ આ લોકોને 20,000 થી લઈને 50,000 સુધીનો ખર્ચ આપવામાં આવે છે. જેની લાલચમાં લોકો દાણ ચોરી કરતા હોય છે. આ લોકોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ટિકિટની વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.