ETV Bharat / city

અહીં તો શિક્ષિકા જ દારૂ ઢીંચીને આવી, થઈ સસ્પેન્ડ

author img

By

Published : Mar 4, 2020, 3:26 PM IST

શિક્ષાના મંદિરમાં એક શિક્ષિકા દારૂનો નશો કરીને આવે તો શું કહેવાય...આવી ઘટના સુરત શહેરમાં બની હતી. વારંવાર શિક્ષિકા અંગે થતી ફરિયાદ બાદ આખરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ દારૂ પીને આવતી શિક્ષિકાને સસ્પેન્ડ કરી છે.

સુરતમાં દારૂ પીને આવતી શિક્ષિકા થઇ સસ્પેન્ડ

સુરતઃ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રામપુરામાં આવેલી શાળા નંબર-126માં શિક્ષિકા હેમાંગિનીબેન સોલંકી દારૂનો નશો કરી ભણાવવા આવતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યાં સરસ્વતીનો સાક્ષાત વાસ હોય છે. આવા શિક્ષણના મંદિરમાં દારૂનું વ્યસન કરી આવનાર શિક્ષિકા સામે વારંવાર વાલી અને સ્ટાફના લોકોએ સમિતિને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલમાં આવી હોબાળો મચાવ્યો હતો અને ફરી વાલીઓએ સમિતિમાં લેખિતમાં ફરિયાદ કરી હતી, ત્યાર બાદ સમિતિ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

સુરતમાં દારૂ ઢીંચીને આવતી શિક્ષિકા ઝડપાઈ, થઈ સસ્પેન્ડ
રામપુરા વિસ્તારમાં આવેલી શાળા નંબર-126માં ફરજ બજાવતી શિક્ષિકા હેમાંગિનીબેન અમૃતભાઈ સોલંકી દારૂ પીને શાળાએ આવતી હોવાની રાવ ઘણા સમયથી ઉઠી હતી, તે ઘણા સમયથી દારૂના નશામાં આવતી હોવાનું જણાવ્યું હતું. 28મી જાન્યુઆરીના રોજ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો અને આ હરકત કેમ્પસમાં ચર્ચાનો વિષય બનતા શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન લેખિતમાં મળેલી ફરિયાદના આધારે સમિતિના શાસકોને તપાસ હાથ ધરી છે.

તપાસ બાદ શિક્ષિકાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા નશાખોર શિક્ષિકાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આમ તો ગુજરાતમાં દારૂ પર પૂર્ણ પ્રતિબંધ છે, તેમ છતાં સુરતમાં યુવક-યુવતીઓનો બનેલા નશાની દારૂના પાર્ટી બાદ હવે નશાખોર શિક્ષિકા ચર્ચામાં આવી છે. સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર પ્રકરણમાં તપાસ શરૂ છે, વાલી અને અને શિક્ષકોના નિવેદનના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ દોષી ઠરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.