ETV Bharat / city

Surat Girl's Bravery: ચોરો સામે બાથ ભીડનાર યુવતીનું પોલીસે કર્યું સન્માન - સમગ્ર જિલ્લામાં હિંમતની ભારે સરાહના

પલસાણા તાલુકાના ચલથાણ ગામે(Chalthan village of Palsana taluka) આવેલી રામ કબીર સોસાયટીમાં રહેતી યુવતીએ ઘરમાં ઘુસેલા ચોરોનો હિંમતભેર સામનો કરતા તેની ભારે પ્રસંશા થઇ રહી છે ત્યારે સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયન અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પણ શુક્રવારના રોજ યુવતીના ઘરે પહોંચી તેનું સન્માન પત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. યુવતીની આ હિંમતને સમગ્ર જિલ્લામાં ભારે સરાહના પ્રાપ્ત કરી હતી.

Surat Girl's Bravery: ચોરો સામે બાથ ભીડનાર યુવતીનું પોલીસે કર્યું સન્માન

author img

By

Published : Apr 2, 2022, 7:07 PM IST

સુરત: બારડોલીના ચલથાણની રામ કબીર સોસાયટીમાં C-15 નંબરના ઘરમાં રહેતી 20વર્ષીય રિયા બાબુરામ સ્વાઇને 30મી માર્ચના રોજ ઘરમાં ઘુસેલા ત્રણ ચોરોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો(Bravely confronted the thieves) હતો. ઘરમાં તેની માતા અને નાની બહેન સુતા હતા અને તેના પિતા બાબુરામ નોકરી પર ગયા હતા. આ દરમિયાન રિયાની પરીક્ષા હોવાથી તે વાંચી રહી હતી, ત્યારે રાત્રીના 1.30 વાગ્યે પાછળનો દરવાજો તોડી ચોરો ચપ્પુ જેવા હથિયાર સાથે ઘરમાં ઘુસી આવ્યા(Entered in house with weapon) હતા.

યુવતીની આ હિંમતને સમગ્ર જિલ્લામાં ભારે સરાહના પ્રાપ્ત કરી હતી.

ચોર સાથે ઝપાઝપી યુવતીને હાથમાં ચપ્પુ વાગ્યું હતું - ત્રણ પૈકી એક ચોરે તેણીને ચપ્પુ બતાવી બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સેલ્ફ ડિફેન્સની તાલીમ લેનાર રિયાએ ચોર સાથે ઝપાઝપી કરી પોતાને છોડાવી લીધી હતી. ત્બાયારદ માતા અને બહેન પણ જાગીને બુમાબુમ કરતા ચોરો નાસી છૂટ્યા હતા. ચોર સાથે બાથ ભીડી રિયાને ડાબા હાથમાં ચપ્પુના ઘા વાગી જતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને 24 ટાંકા આવ્યા હતા. યુવતીની આ હિંમતને સમગ્ર જિલ્લામાં ભારે સરાહના પ્રાપ્ત કરી(Courage appreciated throughout district) હતી.

આ પણ વાંચો: વડોદરાની MS યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન

પોલીસે પ્રમાણપત્ર અને 10 હજાર રોકડનું પ્રોત્સાહન ઇનામ આપ્યું - દરમિયાન શુક્રવારના રોજ સુરત રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન અને સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ કડોદરા પોલીસ સાથે યુવતીના ઘરે જઈ તેની મુલાકાત કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ બહાદુરી બદલ યુવતીનું પ્રમાણપત્ર અને 10 હજાર રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું.

આ પણ વાંચો: પાલનપુરમાં ગુનાખોરી રોકવા પ્રોફેશનલ કરાટે ટ્રેનર છોકરીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે કરાટેની ટ્રેનિંગ

યુવતીની હિંમત પ્રેરણાદાયક - આ પ્રસંગે રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, દીકરીની હિંમત અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડશે. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે, ઘરના દરવાજા અને લોક મજબૂત રાખવા જોઈએ. તેમજ સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ અને પ્રજા વચ્ચે નિકટતા વધે તે માટે જિલ્લાના દરેક ગામમાં ગામદૂતની નિમણૂક કરવા આવનાર છે. જે ગામમાં થતા ગુનાઓ રોકવામાં મદદરૂપ થશે.

મહિલાઓને શીખવશે સેલ્ફ ડિફેન્સના પાઠ - સેલ્ફ ડિફેન્સની તાલીમ અંગે તેમણે જણાવ્યું કે હાલ શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીઓ માટે NGOની મદદથી વિશેષ સેલ્ફ ડિફેન્સ કેમ્પનું પણ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવશે. પોલીસ અધિક્ષક ઉષા રાડાએ પણ દીકરીની હિંમતની સરાહના કરી અન્ય લોકોને પણ આવી જ હિંમત બતાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.