સુરતઃ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો દૂરુપયોગ સતત વધી રહ્યો છે. બીજી તરફ કેટલાક લોકો માટે આ જ સોશિયલ મીડિયા આશિર્વાદરૂપ સાબિત થયું છે. તો કેટલાક લોકો સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરીને અનેક સારા કામ કરી રહ્યાં છે. આવી જ રીતે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ (Proper use of social media) કરીને સુરતનાં દિવ્યાંગ ચિત્રકાર પોતાના શોખને પૂર્ણ કરી રહ્યાં છે. તો આવો જોઈએ આ અહેવાલ.
ક્યારેય હાર નથી માની - લોકો દિવ્યાંગ હોવા છતાં પણ એવું કામ કરતા હોય છે, જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા (Inspiring Disable Woman of Surat) મેળવે છે. આવું જ કામ કરી રહ્યાં છે સુરતના દિવ્યાંગ દિવ્યા પ્રજાપતિ. જહાંગીરપૂરા ખાતે રહેતા માત્ર 3 ફૂટની ઊંચાઈ ધરાવતાં દિવ્યા પ્રજાપતિ (Surat painter Divya Prajapati) બાળપણથી શારીરિક રીતે ઓછા સક્ષમ છે. તેમ છતાં તેમણે હિંમત હારી નથી. તેઓ ક્યારેય પણ પોતે દિવ્યાંગ હોવાની ફરિયાદ કર્યા વગર પોતાના શોખને વળગી રહ્યાં છે. તેમને અભ્યાસની સાથે સાથે પેન્સિલ વડે સ્કેચવર્ક (Divya Prajapati pencil sketchwork) કરવાનો અનેરો શોખ છે. અને તેઓ યુ-ટ્યૂબ અને સોશિયલ મીડિયામાંથી પેઈન્ટિંગ શિખ્યાં છે.
વડાપ્રધાનના આત્મનિર્ભર મંત્રથી થયાં પ્રભાવિત - સુરતનાં દિવ્યા પ્રજાપતિ (Surat painter Divya Prajapati) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મંત્રથી પ્રભાવિત (PM Modi self reliant mantra) થયાં છે. જોકે, કોરોના કાળમાં અન્ય કોઈ પ્રવૃત્તિ ન હોવાના કારણે તેમણે પેઈન્ટિંગના શોખને વ્યવસાય તરીકે અપનાવી લીધો છે.
અન્ય લોકોને આપે છે પ્રેરણા - આ અંગે ચિત્રકાર દિવ્યા પ્રજાપતિએ (Surat painter Divya Prajapati) જણાવ્યું હતું કે, હા, હું દિવ્યાંગ છું પણ જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય ત્યારે શરીરની નબળાઈ પણ તાકાત બની જાય છે અને મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ કાર્ય અસંભવ નથી. સાથે જ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી'. દિવ્યા પ્રજાપતિ (Surat painter Divya Prajapati) જન્મથી દિવ્યાંગ છે અને માત્ર તેમનું કદ માત્ર 3 ફૂટનું છે. આટલી સમસ્યા હોવા છતાં તે ખુશદિલ છે. તેમનાં ચહેરાનું હાસ્ય અન્ય લોકોને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો- આ દિવ્યાંગ કલાકારનું એવું કામ કે જે લોકોમાં બન્યો ચર્ચાનો મુદ્દો, જૂઓ તેમની કારીગરી
વ્હીલવાળા ટેબલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે - જ્યારે ચિત્રકાર દિવ્યા પ્રજાપતિનો (Surat painter Divya Prajapati) જન્મ થયો ત્યારે ડોક્ટરોએ દિવ્યાના માતાપિતાને જણાવ્યું હતું કે, તે હાલ શારીરિક રીતે વિકસિત થઈ શકશે નહીં. આથી તેને ખૂબ ભણાવવામાં આવે. આજે પણ તે ચાલી શકતાં નથી. માતાપિતાએ તેને માટે નાનું વ્હીલવાળું ટેબલ બનાવ્યું છે. તેના થકી તે પોતાના ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.
આ પણ વાંચો- Inspiration From Bhavnagar Divyang : એક હાથ અને પગ ખોટા પડ્યાં છતાં ડેટા ઓપરેટર બન્યો યુવાન
યુૃટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ થકી પેઇન્ટિંગ શીખ્યાં- ચિત્રકાર દિવ્યા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તે ધોરણ 1થી 12 સુધી ભણ્યાં છે. માતાપિતા તેને ખોળામાં બેસાડીને સ્કૂલ લઈ જતા હતા. શારીરિક અસક્ષમતાને કારણે તેમણે કૉલેજ કરી નથી. બાળપણથી જ પેઈન્ટિંગનો શોખ હતો. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવા માટે મંત્ર (PM Modi self reliant mantra) આપવામાં આવ્યો હતો. આનાથી પ્રભાવિત થઈને હું પોતાને આત્મનિર્ભર કરવા માગતી હતી. યુટ્યુબ અને સોશિયલ મીડિયા (Proper use of social media) થકી પેઇન્ટિંગ શીખી બનાવી રહી છું.
પોતાની ઉપર વિશ્વાસ રાખે - ચિત્રકાર દિવ્યા પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન પણ વેચીને પરિવારને આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યાં છે. આ ઉપરાંત તેમની ઊંચાઈ 3 ફુટની હોવા છતાં આખા ઘરમાં એ ટેબલ પર જ બેસીને પોતાના તમામ કાર્ય કરવાની સાથે માતાને પણ મદદ કરવા માટે ઘરની સાફસફાઈ કરવામાં એટલી જ મદદ કરી રહ્યાં છે. તેઓ આર્ટ ગેલેરી બનાવવા માગે છે. તેમનું કહેવું છે કે, જે લોકો દિવ્યાંગ છે અથવા સામાન્ય છે. તેઓ પોતાની ઉપર વિશ્વાસ રાખે અને જીવનમાં ક્યારેય પણ હાર નહીં માને.