સુરત રાંદેર વિસ્તારમાં (rander area surat) પારસી માલિકીની જમીન પર ડ્રગ્સ માફિયાએ બળજબરીપૂર્વક મકાન બનાવી દબાણ કર્યું હતું. ત્યારે મકાનમાલિકની મદદે ક્રાઈમબ્રાન્ચ આવી હતી. ક્રાઈમબ્રાન્ચ ડ્રગ્સ માફિયા અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાના ગેરકાયદેસર મકાન પર બૂલડોઝર ફેરવી કબજો ખાલી કરાવ્યો હતો.
ખૂલ્લી જમીન જોઈને બનાવ્યું મકાન આ ડ્રગ્સ માફિયા અલ્લારખા ઉર્ફે લાલા મહંમદ રફી બરફવાલા ઉના રોડની ડી આર વર્લ્ડ મોલમાં આવેલા હોટલ ફ્રાન્સ ઓયોમાંથી 7.82 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે ઝડપાયો હતો. તેણે રાંદેરમાં (rander area surat ) આવેલા કેરમાં કમરોજ લાકડાવાલાની ખાનગી જમીનના મકાનની પાસે રહેલી ખૂલ્લી જમીન ગેરકાયદેસર મકાન (illegal construction demolition) બાંધી દીધું હતું.
અનેક જાહેર નોટિસ આપી છતાં દબાણ ન હટાવ્યું આ અંગે વૃદ્ધ જમીનમાલિકે ન્યૂઝપેપરોમાં જાહેર નોટિસ આપી હતી. તેમ છતાં ડ્રગ્સ માફિયાએ ગેરકાયદેસર દબાણ દૂર ન કરતાં જમીનમાલિકે સુરત શહેર પોલીસને ફરિયાદ (Surat City Police) કરી હતી.
ગેરકાયદેસર રીતે ખાનગી જમીન ઉપર કબજો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) માથાભારે એવા ડ્રગ્સ માફિયા અલ્લાહ ખાન ઉર્ફે લાલા બરફવાલા દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી જમીન ઉપર કબજો કરી બાંધી લેવાયેલા મકાન પર બૂલડોઝર ફેરવીને જમીનનો કબજો ખાલી કરાવ્યો હતો. આ સાથે જ ક્રાઈમબ્રાન્ચે (Surat Crime Branch) મકાનમાલિકને ન્યાય અપાવ્યો હતો.