સુરત : 4 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરનાર આપના કોર્પોરેટર મનીષા કુકડીયા ભાજપ (Manisha Kukdiya left BJP )છોડી આપમાં (Surat Corporator rejoined AAP) જોડાયા છે. મનીષા (Surat Corporator Manisha Kukdiya )પોતાની પાર્ટીમાં ફરી જોડાવા પહેલા ધુસ્કે ધુસ્કે રડતાં પણ જોવા મળ્યાં હતાં.
વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર છે મનીષા કુકડીયા- એક મહિના દસ દિવસ આમ આદમી પાર્ટીથી ભાજપમાં આવેલા સુરતના વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર મનીષા કુકડીયા ફરી આપમાં (Surat Corporator rejoined AAP) જોડાઈ ગયા છે. આપના ગુજરાત (Aam Adami Party Gujarat)પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં તેઓ ફરીવાર આપમાં સામેલ થયા છે. 4 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટર ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરી પક્ષપલટો કર્યો હતો. તેમાંથી એક વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર મનીષા કુકડીયા પણ હતાં.
આ પણ વાંચોઃ BJP Offer to AAP Corporator : 3 કોર્પોરેટરોને ભાજપમાં જોડાવા ઓફર અપાયાંનો મોટો આક્ષેપ, કોણે કર્યો જાણો
મને ભાજપમાંં જોડાવવા માટે કોઈ પૈસા નથી અપાયાં - મનીષા કુકડીયાએ જણાવ્યું કે ગ્રાન્ટમાંથી પાંચ ટકા ભાજપમાં પાર્ટી ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી. મને ભાજપમાં ગયા બાદ સારા કામો કરવાની ઈચ્છા હતી. પરંતુ ભાજપમાં કંઈક અલગ લાગણી અનુભવી હતી. મને ભાજપે પક્ષમાં જોડાવવા માટે કોઈ પૈસા નથી આપ્યાં. હું ભાજપ જોડાયા બાદ (Manisha Kukdiya left BJP ) સંતુષ્ટ ન્હોતી. લોકો જે પણ કહે મેં કોઈ પૈસા લીધા (Manisha Kukdiya denies allegations of taking money)નથી. મને લાગતું હતું કે ભાજપમાં જોડાયા પછી હું લોકો માટે કાર્ય કરી શકીશ. પરંતુ એવું નહોતું. મને ભાજપમાં ગયા પછી રાતે ઊંઘ આવતી નહોતી. હું આ માટે રાજકારણ છોડવા માંગતી હતી. પરંતુ મારા પતિએ જણાવ્યું કે રાજકારણ છોડવા કરતા ફરી આપમાં (Surat Corporator rejoined AAP) જોડાઇ જવુંં.
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા